________________
વરમાળા આરોપણ અને લગ્ન મહાબળ-મારા વિરહને સહન નહિ કરનાર મારા માતાપિતા મારા વિરહથી દુઃખી થઈ આમ તેમ મારી રાહ જોયા કરતાં હશે. અતિ સનેહિત હૃદયવાળાં માતા પિતા જે મને બાર પ્રહરની અંદર નહિ જુવે તે નિચે મરણ પામશે. માટે મહારાજા ! મારા પર કૃપા કરી મને જલદી વિસર્જન કરે. જે હું પડવાને દિવસે સૂર્યોદય વેળાએ પૃથ્વી સ્થાનપુર પહોંચીશ તો મને મારાં માતા પિતાને મેળાપ થશે, નહિતર પછી તેમને મેળાપ થવે મને અસંભવિત જણાય છે.
રાજા કુમાર ! તમારે જરા પણ અતિ નહિં કરવી તમારી સર્વ ચિંતા મારા શિર પર છે. પૃથ્વીસ્થાનપુર અહીંથી બાસઠ જન છે. માટે રાત્રિના પ્રથમ પ્રહર પર્યત અહીં રહે ત્યાં સુધીમાં તમારા માટે હું એક ઉત્તમ જાતની અને ઝડપથી ચાલનારી સાંઢણી તૈયાર કરાવું છું તેમજ કપાયમાન થયેલા રાજકુમારને સત્કારપૂર્વક વિસર્જન કરી આવું છું આ પ્રમાણે મહાબળને જણાવી, તે કાર્ય માટે વિરધવળ રાજા બહાર ગયે.
મહાબળ–પ્રિયા ! આપણું ઈચ્છિત કાર્ય સિદ્ધ થયું. મારી કરેલી પ્રતિજ્ઞા આજે પુર્ણ થઈ. તારા પિતા સમક્ષ તારૂ પાણી ગ્રહણ થયું. પણ પૃથ્વીસ્થાનપુર જઈ મારી માતાને હાર આપવાની કરેલી પ્રતિજ્ઞા હજી બાકી છે, તે પુર્ણ થતાં આપણને શાંતિને વખત સારી રીતે મળશે.
આપણે કાલે ભટ્ટારિકાને મંદિરે મળ્યા હતા, પણ પિતાપિતાના કાર્યમાં ઉત્સુક હોવાથી બે દિવસમાં કરેલા