________________
૧૫૬ ' પણાસુંદરી ચરિત્ર કાર્ય સંબંધી વાર્તાલાપ કરવાને આપણને વિશેષ વખત મ નથી. અત્યારે એકાત સારી છે. રાજા પણ આપણા પ્રયાણની તૈયારી કરવા ગયા છે. માટે તે વાર્તા આપણે અત્યારે કરીએ.
આ પ્રમાણે મહાબળ કહે છે, તેવામાં વેગવતી નામની મલય સુંદરીની ધાવમાતા ત્યાં આવી પહોંચી તે મલયસુંદરીને પુછવા લાગી કે મલયા ! તું સાચેસાચુ કહે આ દેવનું કર્તવ્ય છે કે કાંઈક બીજે પ્રપંચ છે?
મલયસુંદરી–સ્વામીનાથ ! મારા ગુપ્ત રહસ્યનું થાન આ સારી ધાવમાતા છે. માટે આપણી બનેલી હકીક્ત આપ આ વેગવતીને કહે તે કાંઈ હરકત જેવું નથી તે જાણવા માટે તેનું મન વિશેષ ઉત્સુક થઈ રહ્યું છે.
મલયસુંદરીના આગ્રહથી મહાબળે વેગવતીને સલાવવા માટે પિતાને વૃત્તાંત શરૂ કર્યા. ભટ્ટારિકા દેવીને મંદિથી બને જુદાં પડયાં ત્યાં સુધી વેગવતીને જણાવી પાછળને વૃત્તાંત મલયસુંદરીને ઉદેશીને મહાબળે કહેવો શરૂ કર્યો.
મહાબળ–પ્રિયા ! તારી પાસેથી જુદા પડ્યા પછી ઘાસના પુળામાં મુદ્રા નાખી હાથીના મુખમાં આપી, શમશાન તરફ જઈ નિમિત્તીઆને રેશે રાજાને બચાવ કર્યો અને બીજા દિવસની સંધ્યાપર્યત હું રાજા પાસે રહ્યો. સંધ્યા વખતે મંત્રસાધનનું બહાનું કાઢી રાજા પાસેથી કેટલુંક દ્રવ્ય લઈ હું ત્યાંથી જુદા પડે. બજારમાં આવી તે દ્રવ્યથી કેટલાંક સુથારનાં હથિયાર, કપુર, કસ્તુરી, ચંદન,