________________
વરમાળા આરોપણ અને કમ ૧૫૦ ઈત્યાદિ વાક્યોથી સમજાવી યુદ્ધના પ્રસંગથી સર્વને નિવારણ કર્યા,
પાછા આવી મહાબળકુમારને મલયસુંદરી સાથે ભેજન કરાવ્યું. તેમજ અન્ય સ્વજનેને જમાડી, સ્વયંવર ઉપર આવેલા રાજકુમારોને તેમના ઉતારા પર જમાડવાની ગોઠવણ કરાવી.
આ શુભ પ્રસંગ ઉપર નિમિત્ત આને ખુશી કરવા માટે રાજાએ તેની ઘણી તપાસ કરાવી, પણ તેનો પત્તો નજ લાગે. પરોપકારનો બદલે ન વાળી શકવાથી રાજાને ઘણે ખેદ થયે. અહા ! પરોપકારી જ્ઞાની ! નીરીહ હોવાથી મારું કાર્ય કરી કાંઈ પણ લીધા સિવાય ચાલ્યા. ખરેખર પરોપકારી પુરૂષે આવા નિસ્પૃહી જ હોય છે. વિગેરે વિચાર કરી મન શાંત કર્યું.
રાજાએ વિધિપૂર્વક કુળદેવીની પુજા કરી, બંધુવર્ગ આદિને વસ્ત્ર, અન્ન, તાંબુલાદિ વડે સંતષિત કર્યા. આ માંગલિક પ્રગે રાજાએ દાનરૂપ પાણિ વડે યશરૂપ વલ્લીનું એવી રીતે ચિંતન કર્યું કે તે યશવલ્લી ફેલાતી ફેલાતી વિશ્વમંડપમાં પણ સમાઈન શકી.
આ પ્રસંગે શ્રુતિના મર્મને ભેદે તેવા સૂર્યના રે ઉછળી રહ્યા હતા. મધુર સ્વરે ગવાતાં ગધર્વના ગાયને અસ્થિર મનને પણ સ્થિર કરતાં હતાં નૃત્ય કરતી વારાંગનાઓના ત્રુટિત મૌક્તિકહાર, કુંકુમદ્રવથી સિક્ત ભૂમિપર પડતાં હર્ષના અંકુરે ઉદ્ભવ્યા હોય તેમ શોભતા