________________
૧૫ર
પલાસુંદરી ચરિત્ર પાર ન રહે. અહા ! કર્ણને અમૃત તુલ્ય આ વચને સત્ય જ હશે. નહિતર ગાંધર્વિકમાં આવું અસહા પરાક્રમ કયાંથી હોય.
રાજા નજીક આવી બંદીવાન ભાટપુત્રને પૂછવા લાગે. અરે ! શુ તું આ કુમારને ઓળખે છે ? - બંદીવાને વિનયથી જણાવ્યું. મહારાજા મારા મહેવામાં અંશ માત્ર પણ સંદેહ નથી. તે રાજકુમારના મહેલમાં બાલ્યાવસ્થાથી ઉછરી વૃદ્ધ પામ્યો છું, નિચે તે મહાગળકુમાર જ છે.
રાજા હર્ષાવેશમાં બેલી ઉકે, અહો ! અકસ્માત વાદળ વિનાની વૃષ્ટિ ! જે કાર્ય મનથી પણ અગમ્ય જણાતું હતું, તે કાર્ય પ્રત્યક્ષપણે ક્રિયામાં આવી ગયું. જ્ઞાનીનું વચન સત્ય જ થયું. મહાબળકુમારજ મારી પુત્રીને પતિ થયે. અરે મેરૂચલા પણ કદાચ ચલિત થાય, પણ નીનું વચન અન્યથા નજ થાય; પણ આ કુમાર એકાકી અહીં કયાંથી આવી પડી હશે ? શું આકાશમાંથી પડયો ? હિંચકમાંથી કે રસાતળમાંથી ? આ વાતની ખબર ન પડી.
જરા વિચાર કરી રાજના નિર્ણય પર આવ્યું કે, અત્યારે આ ચિંતા કરવાની જરૂર નથી. થોડા વખત પછી કુમારના મુખથી તે સર્વ વાત જાણશ અત્યારે જે કાર્ય વિનાશ પામે છે તેને પ્રથમ સુધારૂં. રાજા વિરધવળ તરતજ યુદ્ધને માટે તૈયારી કરતા રાજકુમારો પાસે આવ્યું અને તે “વણવાદક નથી પણ સુરપાળ રાજાને કુમાર મહાબળ છે ”