________________
થર માળા આરોપણ અને લમ ૫૧ મલયસુંદરીના રૂપથી ચમત્કાર પામેલા અને ગાંધવિક જેવા હલકી જાતના મનુષ્યના કંઠમાં માળા આરેપિત થયાથી પરાભવ પામેલા રાજકુમારે આપસમાં કહેવા લાગ્યા. અરે ! આ વિદગ્ધા રાજકુમારીની આવી અધમ પરીક્ષા ? ઉત્તમ વંશના રાજકુમારને મૂકી, અજ્ઞાત કુળ વંશાદિ ગાધર્વિકના કંઠમાં વરમાળા આપી. આવો દુસહ પરાભવ અમે સહન નહિ કરી શકીએ. ગાંધવિકને મારીને તે સ્વયંવરાને અમે ગ્રહણ કરીશું આ વિચાર કરી તે સર્વે રાજકુમારો એકઠા થઈ, તે ગાંધર્વિકના વેશમાં રહેલા મહાબળને મારવાને માટે ઉઠયા.
આ સર્વ વિપરીત તૈયારીઓ થતી જોઈ વરધવળ રાજાએ એકદમ પોતાનું સૈન્ય બોલાવ્યું અને મહાબળનું રક્ષણ કરવા માટે તેની ચારે બાજુએ મૂકી દીધું.
મહાબળ પણ મંડપમાં મૂકેલું વજસાર ધનુષ્ય લઈ, તે રાજકુમારે ઉપર તુટી પડે. મહાબળની મહાબાહુને પ્રહાર પડતાં જ જેમ લાકડીના પ્રહારથી કાગડાઓ દશે દિશામાં નાશી જાય તેમ રાજકુમારે નાસવા લાગ્યા.
પિતાના ખરા રૂપમાં પણ ગાંધવિના વેશમાં રહેલા મહાબળને દેખી એક ભટના પુત્રે તેને ઓળખે. તે ઉચ્ચ સ્વરે બોલી ઉઠયો.
સુરપાળ રાજાના પુત્ર, મહાવીર્યવાન મહાબળ કુમાર ! પૃથ્વીતળપર ઘણે કાળ વિજય પામે.”
આ શબ્દો સાંભભતાં જ વીરધવળ રાજાના હર્ષને