________________
પરોપકારના નિમિત્તીઓએ આ અવસરે હાથ ઉંચા કરી, “હે અપત્યવત્સલ સજા ! સાહસ નહિ કર, સાહસ નહિ કર. તારી પુત્રી મલયસુંદરી જીવતી છે, જીવતી છે.” વિગેરે બૂમ પાડત, દોડતે, દેડતે એક નિમિનીએ ત્યાં આવતે જણાય.
કાનને અમૃતસમાન આ તેનાં વચને સાંભળી. અશ્રુધારા મુકતાં સંખ્યાબંધ લોકે તેમના તરફ દેડતા ગયા અને કહેવા લાગ્યા તે ઉત્તમ નર ! તું જલદી આવ, તારી સેનાની જીન્હા તારી જીભની અમે આરતી ઉતારીએ, શું રાજપુત્રી જીવતી છે? આ નેત્રથી અમે તેને જોઈ શકીશું ? નિમિત્તજ્ઞ! આને ઉત્તર તું જલદી આપ
નિમિત્તે જણાવ્યું, અરે લેકે! હું તેને જવાબ આપું છું; પણ પ્રથમ આ ચિતા બુઝાવી નાખે.
માણસોએ ચિતાને બુઝાવી નાખી અને બાહાત્યંતર તાપથી તપ્ત થયેલા રાજા અને રાણુને ચિતાથી બહાર કાઢ્યા, નિમિતીએ રાજાની નજીક આવ્યું અને મધુર શબ્દ છે. મહારાજા ! વ્યાકુળ ન થાઓ. મિમિત્તના બળથી હું જાણું છું કે, ક્યાંય પણ તમારી પુત્રી મલયસુંદરી જીવતી છે.
અમૃતના સિચનતુલ્ય વચનથી શાંત થયેલા રાજાએ જણાવ્યુ, “નિમિત્તજ્ઞ! એવા મારાં પુણ્ય નથી કે હું રાજકુમારીને જીવતી દેખું. કૃતાંતના ઉંદર સરખા અં! કુવામાં પડ્યા છતાં તે જીવતી રહે એ વાત ન બનવા એગ્ય છે. તે કુવામાં અમે ઘણી સારી રીતે તપાસ કરાવી