________________
૧૨૮
મલયસુંદરી ચરિત્ર હે રાજકુમારે ! તમે જે મારા ભયનું કારણ પૂછયુ તે સર્વ મેં તમારી આગળ કહ્યું,
મહાબળે જણાવ્યું. અહો ! દુષ્ટ સીએનાં દુશ્ચરિત્રો દુઃપ્રાપ્ય કન્યારત્નનો નાશ કરાવ્યા રાજાને જીવિતવ્યના સંદેહમાં લાવી મૂક પ્રજાને અનાથ કરી આખા રાજ્યને પ્રજાવ્યું. પોતાનાં સુખનો નાશ કર્યો. દેશ ત્યાગ સ્વીકાર્યો અને લોકમાં અપકીર્તિ વધારી. ધિક્કાર થાઓ સ્ત્રીઓની તુચ્છ બુદ્ધિને!
સામાએ જણાવ્યું રાત્રી પર્ણ થવા આવી છે. રખેને કોઈ રાજપુરૂષ મારી શોધ કરતે આવી ચઢે માટે હું હવે જાઉં છું. કેમકે મારી પાછળ ભય છે. આ પ્રમાણે કહેતી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ
મહાબળ મલયસુ દરીને કહે છે. જે દિવસે આપણે પ્રથમ મેળાપ થયું હતું, તે દિવસથી કોપાયમાન થયેલી કનકવતીએ આજે લાગ શોધી તેનું વેર વાળ્યું છે.
હે સુચના ! આ કનકાવતીની દાસી પાસેથી જ તારે સમગ્ર વૃત્તાંત મારા જાણવામાં આવ્યો છે.
અહો ! અ૫ કાળમાં તે મહાન દુઃખનો અનુભવ કર્યો છે. આવા મહાન દુઃખમાં પણ તારું હૃદય ભેદાયું નથી, એ મેટું આશ્ચર્ય છે.
સુંદરી ! અંધ કુવામાં ઝંપાપાત કર્યા પછી અજ. ગરના મુખમાથી તારૂં નીકળવું થયું. તે સંબંધમાં મારૂ એમ ધારવું છે કે, કુવામાં ઝંપાપાત કર્યા પછી જ્યારે