________________
ગુ પડદાને ઉદ્દભવ અને કુટેલે પાપને ઘડે ૧૨૭
ત્યાંથી નિરાશ થયેલે ક્રોધથી ધમધમતે રાજા મારી સ્વામીનીના મહેલમાં આવ્યું. દ્વાર ઉઘાડી અંદર તપાસ કરી પણ કનવતી જોવામાં ન આવી. ત્યારે રાજા કોપ કરી કહેવા લાગ્યા, “અરે! તે રણી ક્યાં નાશી ગઈ? જાઓ. ચારે બાજુ તપાસ કરે; તે પાછલા ગોખથી નાશી ગઈ જણાય છે. પગલે, પગલે તપાસ કરી તેને પકડી લાવે.
રાજાના આદેશથી તેનું સર્વસ્વ રાજપુરૂષેએ લુંટી લીધું અને તેના સર્વ પરિવારને કેદ કર્યાથી કાંઈ રાજાનું મન શાંત થાય તેમ નહોતું. તેને તે કારી ઘા લાગ્યા હતે. નિર્દોષ પુત્રીના નિગ્રહ કરવાના પશ્ચાત્તાપથી રાજા, રાણી સાથે પાછા મૂચ્છમાં પડે છે.
હે ક્ષત્રિય કુમારે ! રાજા વિરધવળ રાત્રિના બે પહેર જીવતે રહે તે મેટું ભાગ્ય સમજવું. પ્રાતકાળે તે અવશ્ય ચિતામાં પ્રવેશ કરી મરણ સાધશે.
અમારી શોધમાં ફરતા રાજ પુરૂષને જોઈ કનકવતીએ મને જણાવ્યું કે, હવે આપણે બન્નેને એક ઠેકાણે રહેવું તે કઈપણ રીતે સલામતી ભરેલું નથી. રાજપુરૂષ આપણને દેખશે તે તત્કાળ આપણું મરણ થયું સમજવું. આ પ્રમાણે મને કહી લક્ષમીપુંજ હાર ઇત્યાદિ સાર સારું વસ્તુ મારી પાસેથી લઈ, પિતાની વહાલી સખી મગધા નામની વેશ્યાને ત્યાં તે ગઈ. એકલી તે સ્થળે રહેવાને અશક્ત હોવાથી ત્યાંથી કોઈને જાણે તેમ નીકળી ઉતાવળી ઉતાવળી અહી આવી છું,