SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મુ પદડાને ઉભેદ અને કુલ પાપને ઘડો ૧૨૫ થઈ ગયે. તેની જોડે પૂર્વાવર વિચાર નહિ કરતાં, રસપ્રવૃત્તિ ઉતાવળ કરનાર રાજા વીરવળના હૃદયને પણ પડદો ચીરાવા લા. રાજાને પિકાર અને જમીન પર પડવાને શબ્દ સાંભળતાં જ આખા રાજમહેલમાં ખળભળાટ અને હાહાકાર થઈ રહયા. તત્કાલ સંખ્યાબંધ લોકો એકઠાં થઈ ગયાં અને રાજાના શરીર પર અનેક જાતના શીતળ ઉપચાર કરવા લાગ્યા, હે ક્ષય કુમારે! આ અવસરને લાગ જોઈ હું અને મારી વામીની કનકવતી બન્ને જણાએ મરણના ભયથી ગોખારા પાછળની બાજુએથી નીચે જમીન ઉપર પડતું મુક્યું. અમને સહજસાજ વાગ્યું હશે, પણ મરણ આગળ તેની પરવા કરવા અમે રહીએ તેમ નહોતું ત્યાંથી નાશી એક શૂન્ય ઘરની અંદર ગુપ્તપણે છેડે વખત રહ્યાં અને ત્યાંથી જતા આવતા લોકો જે કાઈ વાર્તાલાપ કરતા હતા તે ગુપ્તપણે સાંભળવા લાગ્યા. હે કુમારે ! મેં અત્યાર સુધી જે વૃત્તાંત કહયે તે સર્વ મારો જોયેલે અને અનુભવેલે પણ છે. હવે હું જે . સહેજસાજ કહીશ તે અમે ગુપ્તપણે શૂન્ય ઘરમાં રહયાં હતાં, ત્યાંથી જતા આવતા લોકોના મુખેથી સાંભળેલ વૃત્તાંત છે. મલયસુંદરીએ કહ્યું “કાંઈ હરક્ત નહિ, પછી રાજાની શું સ્થિતિ થઈ તે જણાવ.”
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy