________________
ગુપ્ત પડદાને ઉભેદ અને ફટલે પાપને ઘડે ૧૨૩
કનક્રવતી, એ અવસરે આનંદ સમુદ્રમાં ઝુલતી હતી, તેના હર્ષને એ અવસરે પાર નહેતે તેણે ઉદુભટ વેશ પહેર્યો હતે. હાથમાં લક્ષમીપુંજ હાર શેભી રહ હતે. હારના સન્મુખ જોઈ હર્ષના આવેશમાં તે બોલવા લાગી. (હર્ષનું અજીરણ તેને એટલું બધું ક્યું હતું કે, અત્યારે હું શું બોલું છું. આ બોલવું ન જોઈએ આજુબાજુ કઈ જાગતું હશે. કોઈ સાંભળશે, વિગેરેનું તેને ભાન રહ્યું નહોતું) “હે હાર ! મારા મહદ્ ભાગ્યથીજ તું મારે હાથ ચડે છે. તારા પ્રસાદથી આજે મેં મારું મનવાંછિત સિદ્ધ કર્યું છે, તને અહીં છુપાવી, અનેક વચન પ્રપંચથી, રાજાને છેતરી જન્માંતરની વેરણ મલયસુંદરીને આજે મેં ઘાત કરાવ્યું છે. ચિંતામણિની માફક તારી પ્રાપ્તિ દુર્લભ છે. રાજાને મારે સ્વાધીન કરી આપી, તું મને નિરંતર ઈચ્છિત ફળ આપજે ” ,
આ વચને સાંભળતાં અને હારને નજરે જોતાં જ, તે પુરૂષનું લેહી ઉકળી આવ્યું. શાંત થયેલા કપાળ વિશેષ પ્રકારે પ્રદીપ્ત થયે.
તે એકદમ બુમ પાડી ઉઠે, હા ! હા ! પાપિણી તે મને પ્રપંચ કરીને છેતર્યો છે. પુત્રી પાસેથી હાર ચેરી લઈ “મહાબળ કુમારને મોકલાવ્યું છે. તેમ જણાવી, મારી નિર્દોષ પુત્રીને તે ઘાત કરા