________________
૧૨૨
-
મલયસુંદરી ચરિત્ર
પ્રકરણ ૨૪ મું, ગુમ પડદાનો ઉભેદ અને કુલે પાપને ઘડે
મલયસુંદરીના મરણથી રાજકુટુંબમાં શેકનાં બીલકુલ ચિહ્નો જણાતાં નથી. છુટા છવાયાં દાસ, દાસીઓનાં ટેળાં મળી આપસ આપસમાં તે સંબંધી વાત કરતા હતાં. શહેરના મેટા ભાગમાં પણ આજ પ્રકરણની વાર્તા કરતા લેકે જણાતા હતા. રાજાના મનમાં ખેદ તે નજ હતું, પણ
કલાજને થે ડે ઘણે ભય હતો. ગઈ કાલના રાજકુટુંબમાં ઉજાગરે હોવાથી તેમજ આજના પણ આખા દિવસને થોડે ઘણે ખેદ હોવાથી જેમ જેમ રાત્રિ પડતી ગઈ, તેમ તેમ રાજમહેલ શાંત સ્થિતિમાં આવી ગયે. છતાં આ બનાવ અકસ્માત બનેલો હોવાથી, આ બનાવના નજીકના સંબંધીઓમાં શાંતિ કે નિદ્રાદેવીએ પ્રવેશ કર્યો નહેાતે. | મધ્યરાત્રિનો વખત થવા આવ્યું, આખા મહેલમાં શાંતિ પથરાઈ હેય તેમ જણાયું આ વખતે ગુસપણે બે પુરૂષોએ રાણી કનકવતીના મહેલમાં પ્રવેશ કર્યો.
આ અવસરે રાણીના દ્વારે બંધ હતાં, ફરતાં ફરતાં તે પુરૂષ તેના રહેવાના મૂળ દ્વાર પાસે આવ્યા તે બંધ જ હતાં. છતાં. અંદર દીપકનો પ્રકાશ જણાતા હતા. તે બંને પુરૂષે ત્યાં જ ઉભા રહ્યા અને કુંચીના વિવરથી દષ્ટિ કરી અંદર જોવા લાગ્યા.