________________
મલયસુંદરી અજગરના મુખમાં
૧૧૧ હશે તેની આશા નહતી, તે હારની પ્રવૃત્તિ પુર્યોદયથી હમણું અનાયસે મળી. આથી મને હવે વિશેષ નિશ્ચય થાય છે કે, હું મારી કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ, મારૂં સર્વ કુટુંબ જીવતું રહેશે અને મારી માતાને પણ હર્ષ થશે.
મહાબળ–સમા! તે હાર લઈને કનકવતીએ શું કર્યું ? હમણાં તે હાર કયાં છે.
સોમા–હાર મળ્યાથી હર્ષ પામતી કનકવતાએ મને જણાવ્યું. હે હલે! અપૂર્વ આશ્ચર્ય તું તે ખરી. મનુષ્યના સંસાર વિનાના સ્થાનમાં “આ કુમારી મલય સુંદરીને હાર અકસ્માત્ મારા કંઠમાં આવી પડે છે તું તપાસ કર. આ મહેલમાં કેઈ છૂપું માણસ તે નથીને, જેણે આ હાર અહીં ફેંકા હોય મેં અને વિશેષ પ્રકારે તેણીએ સર્વત્ર તપાસ કરી પણ કોઈ લેવામાં ન આવ્યું.
ડીવાર મૌન રહી, કાંઈક વિચાર કરી, કનકવતીએ મને જણાવ્યું. “આ હારના લાભની વાર્તા તારે કોઈને પણ ન કહેવી. મેં કબુલ કર્યું, એટલે તેણે હારને એક સ્થળે છુપાવ્યા, ત્યાર પછી અમે બંને જણ રાજા પાસે ગયાં.
કનકવતી–સ્વામીનાથ ! આપ એકાંતમાં પધારે, મારે કાંઈ આપના હિતની અને લાભની વાત કહેવાની છે.
વરધવળ–ઘણી સારી વાત રાજા ઉઠી એકાંતમાં કનકવતીની સાથે બેઠે,