SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મલયસુંદરી ચરિત્ર કનકાવતી–સ્વામીનાથ ! પૃથ્વીસ્થાનપુરના સ્વામી સુરપાળ રાજાને મહાન પરાક્રમી અને તેજસ્વી મહાબળ નામને કુમાર છે. તેનું એક માણસ નિરંતર ગુપ્તપણે અહીંઆ તમારી અતિવહાલી કુમારી મલયસુંદરીની પાસે આવે છે. રાજ્યના ભૂષણતુલ્ય “લક્ષ્મીપુંજ હાર” “આજે જ તેની સાથે મહાબળ માટે કુમારીએ મોકલે છે. સાથે જણાવ્યું પણ છે કે, “ સ્વયવરના ભિષથી મોટા રીન્ય સહિત તમે અહીં આવજે. બીજા રાજકુમારે પણ આવશે તે પણ તમને મદદ કરે તેવા સંકેત રાખજે. આ રાજય તમે ગ્રહણ કરજે. હું તમારી સાથે લગ્ન કરીશ. : મહારાજ ! ખરેખર કુમારી સરલ સ્વભાવની છે. તેને રાજ્ય લેભી, ધૂર્ત, પિતાના બળથી ગર્વિત, મહાબળકુમારે ભરમાવીને પિતાને સ્વાધીને કરી લીધી છે. તેથી જ તેણે આ ભયંકર રાજદ્રોહ અને કુળઘાતપણાનો વિચાર કર્યો છે. , e , પ્રાણનાથ ! સ્ત્રીઓની બુદ્ધિ તુચ્છ હેપ છે તેઓની વાણી મધુર હોય છે, પણ હૃદય વજથી પણ કઠણ હોય છે. મુખમાં જુદું અને હૃદયમાં કાંઈ જુદું જ હોય છે મૂર્ણ સ્ત્રીઓ, પિતા, ભ્રાતા અને પતિ પ્રમુખને મહા અનર્થની જાળમાં ફસાવે છે. સ્વામીન ! મહા અનર્થ થશે એમ ધારી આ ગુપ્ત રહસ્ય મેં આપને નિવેદિત કર્યું છે. આ સંબંધમાં આપને યોગ્ય લાગે તેમ કરે - મારા વચન પર આપને પ્રતીતિ ન આવતી હોય તે કુરિી પાસે આ૫ હારની તપાસ કરો. ઈત્યાદ્રિ
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy