________________
૯૪
મલયસુંદરીનું ચરિત્ર લાયક કર્મોદય આશ્વિને જ છે. માટે હે રાજકુમારી ! આ કને તેવા પ્રસંગમાં અવશ્ય સદ્ઉપયોગ કરજે.
ટાંકણાથી કતરેલા અક્ષરની માફક મલેક મલયસુંદરીના હૃદયમાં કેતરાઈ રહ્યો. લેકનો ભાવાર્થ વિચારી તે મસ્તક ધુણાવા લાગી. અહા! કુમારને શે વિવેક ! કેવી ઉત્તમ બુદ્ધિ! ધર્મશાસ્ત્રમાં કેટલી નિપુણતા ! મારા ભાગ્યોદયથી જ આ સમાગમ થયે છે.
મહાભળ–હવે મને રાજી ખુશી થઈ રજા આપો. વખત ઘણે થઈ ગયો છે. મારાં માણસે મારી રાહ જોતાં ચિંતામાં પડયા હશે.
મલયસુંદરી–જાઓ” શબ્દ નિસનેહતા સૂચક છે. માટે કેવી રજા હું મારા મુખથી નજ આપું; છતાં આપનું મન જવાને વિશેષ ઉત્સુક છે અને આપ મારી સાથે વિવાહીત થવાને મને કબુલાત આપે છે, તે હું અત્યારે એટલાથી જ સંતોષ પામી જણાવું છું કે “તમારો માર્ગ નિર્વિધન થાઓ અને શાંતિથી આ૫ નિર્ણય કરેલ સ્થળે પહોંચો.” આ શબ્દો બેલતા જ આંખમાં અશ્રુ ભરાઈ આવ્યાં. કંઠ રૂંધાઈ ગયે, એટલે આગળ મલયસુંદરીથી વિશેષ ન બેલાયું તેથી નિર્નિમેષ દષ્ટિથી મહાબળને જોતી ઉભી રહી.
મહાબળકુમારે પણ છેવટની સનેહ લાગણી દર્શાવી, કેઈ ન જાણે તેમ જે રસ્તેથી આવ્યું હતું, તેજ રસ્તે થઇ પાછે નીકળી પડે અને તૈયાર થઈ રહેલા પરિવારને આવી મળે,