________________
એરમાનમાતા, રગમાં ભગ
પ્રયાણ કરતાં રસ્તામાં રાજકુમારીને પરણવાના અનેક ઉપાયે ચિંતવવા લાગ્યા. તે વિચારમાં વિચારમાંઅવિચ્છિન્ન પ્રમાણે ઘેાડા જ વખતમાં મહાખલ કુમાર પૃથ્વીસ્થાનપુરમાં આવી પહોંચ્યા.
૨૫
માતાપિતાને નમસ્કાર કરી, મલયસુ દરી પાસેથી લાવેલ લક્ષ્મીપુ ંજહાર પિતાને સેપ્ચા, પિતાએ જ્યારે હારપ્રાપ્તિનું કારણ પૂછ્યું, ત્યારે શરમથી અસત્ય ઉત્તર આપ્યા કે, ચંદ્રાવતીના રાજમલયકેતુકુમારે મિત્રાઈના સંબંધે આ હાર મને આપ્યા છે.
રાજાએ કુમારની ઘણી પ્રશંસા કરી. પુત્ર ! તારી કળા કાઈ અલૌકિક છે, ઘણા ઘેાડા જ વખતમાં તે કુમાર સાથે તારી આવી ગાઢ મિત્રાઈ થઈ ઈત્યાદિ પ્રશંસા કરી રાજાએ તે હાર કુમારની માતા પદ્માવતીને સાપ્યા. માતાએ પણ પુત્રની પ્રશંસા કરી તે દિવ્ય હાર પેાતાના કંઠમાં નાંખ્યા.
રાજકુમાર અહેાનિશ મનમાં વિચાર કર્યો કરે છે કે તેના પિતાએ નહિ અર્પણ કરેલી તે કન્યાનું હું કેવી રીતે પાણિગ્રહણ કરીશ? તે કુમારી સમક્ષ આ પ્રતિજ્ઞા મે ખરેખર દુષ્કર રીતે કરી છે. આ પ્રતિજ્ઞાના નિર્વાહ મારે કેવી રીતે કરવા ? આ ગુપ્ત વાત માતાપિતાને કેમ કહેવાય ? ઈત્યાદિ વિચાર કરતા રાજકુમાર ચિંતાતુર થઈ રહ્યો છે.