________________
એરમાનમાતા, રંગમાં ભગ ૯૩ રહેવાથી કળી કઈ બીજ ઉત્પાત ન થાય. સુંદરી ! આપણે વિધિ-પૂર્વ કર્મ અત્યારે અનુકુળ છે. નહિતર આપણે દુર્લભ સંગ અકસ્માત કેવી રીતે બની શકે? તે વિધિજ આપણી નિરંતર ચિંતા કરશે. આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું તમને એક કલાક આપું છું. મનની શાંતિ માટે તેનું નિરંતર સ્મરણ કરજે અને સંકટ સમયે તે વારંવાર તેને ભાવાર્થ યાદ કરજે. આ પ્રમાણે કહી મહાબળ એક ઢક આપે છે.
विधते यद्धिधिस्तत्स्था, न स्यात् ह्रदयचिंतित ॥ एवमेवोत्सुकं चित्त, मुपायांश्चितयेद्रबहून् ॥ १॥
આખરે તે પૂર્વ કર્મ જેમ કરે છે, તે પ્રમાણે થાય છે, પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતુ નથી. આ ચિત્ત ઉત્સુક થઈને ફેગટ અનેક ઉપાય ચિંતવ્યા કરે છે.
રાજકુમારી ! પૂર્વ કર્મની પ્રબળતા છે તે પ્રમાણે કાર્ય બની આવે છે. જે કાર્ય પ્રબળ કર્માધીન છે તેને માટે કરાયેલે પ્રયત્ન નિષ્ફળ જાય છે વાવેલ બી અવશ્ય ઉંગશેજ. આ કારણથી ઉદ્યમ ન કરશે એમ મારું કહેવું નથી, પણ મહાન્ આપત્તિ પ્રસંગે મતિ મુંઝાઈ જતાં,
આ” વિચારે હૃદયને ધીરજ આપે છે, વિશેષ સંતાપ કરવા દેતા નથી. નવીન કર્મ બંધ થતું અટકાવે છે, સમભાવે કર્મ વેદ વે છે અને ઉત્સાહિત રાખે છે, કે આ કર્મ ભેગવાઈ જતાં જ હું આપત્તિમાંથી મુક્ત થઈશ. વળી આ મારું કથન પ્રબળ કર્મોદય યા નિકાચાંત-અવસ્ય ભેગવવા