________________
મલયસુંદરી ચરિત્ર સ્ત્રી છે માટે મારે તેના તરફ પ્રીતિ ન કરતાં સાવધાન રહેવું જોઈએ. હું અહીં મલયસુંદરીની પાસે જવા આવ્યું છું. તે પણ તેનું હરણ કરવા માટે નહિ. તેમ તેની સાથે અનાચાર સેવવા માટે પણ નહિ; કેવળ તેના પ્રશ્નને ઉત્તર આપવા આવ્યો છું. તેમજ તે હજી કુમારી છે, તેની સાથે નેહબંધન થાય તે પણ તેના પણ માતા પિતાની સમેતિ સિવાય હું કદી તેની સાથે લગ્ન કરનાર નથી. જ્યારે કુમારી સ્ત્રી તરફ પણ મારી આવી દઢ લાગણી છે તો પરણેલી પર સ્ત્રી તરફ તે મારું મન બીલકુલ ન જ ખેંચાવું જોઈએ. ”
ઈત્યાદિ વિચાર કરી કુમારે સમયાનુસાર કાર્ય સિદ્ધ કરી લેવા માટે રાણું કનકવતીને જણાવ્યું.
હું મલયસુદરી માટે કોઈ વસ્તુ લઈને આવ્યો છું. તે મને મલયસુંદરીનું નિવાસસ્થાન બતાવે, મલયસુંદરી કયાં રહે છે ? હું તેની પાસેથી પાછો ફરીશ; એ અવસરે તમે જેમ કહેશે તેમ કરીશ. હમણું મને તેની પાસે જવાને રસ્તો બતાવે. | કનકાવતીએ કુમારનું કહેવું માન્ય રાખી, નજીકના દાદર ઉપર થઈ મલયસુંદરીના મહેલમાં જવાના રસ્તે બતાવ્યા. કુમાર માળ ઉપર ચડી ગયું કે, રાજપત્ની કનકાવતી હળવે હળવે તેની પાછળ જઈ દ્વાર આગળ ગુપ્તપણે ઉભી રહી અને તેઓ આપસમાં શું વાર્તાલાપ કરે છે, તે સાંભળવા લાગી,