________________
૮ ૩
રાણી કનકાવતી અવસર કેઈએ જ વિષમ હતું કે કર્મ સંગે એ વખતે કનકવતીની પાસે એક પણ દાસ કે દાસી નહતી, પણ રાણી કનકવતી એકલી જ તે મહેલમાં હતી.
આવી અંધારી રાત્રિએ પિતાના મહેલમાં પેઠેલા રાજકુમારને જોઈ તે વિચારવા લાગી. અહે! આ દિવ્ય રૂપ ધારી અને સાહસિક પુરૂષ આજ સુધી મારા જેવામાં નથી આવ્યો. તેણે બારી દ્વારા કુમારને પ્રવેશ કસ્તે જે નહે તેથી વિચાર કરવા લાગી કે, આટલા બધા ચેકીદારે છતાં આ પુરૂષે અહિં કેવી રીતે પ્રવેશ કર્યો હશે? નિચ્ચે આ કોઈ વિદ્યાધર છે અથવા મહાન સવાધિક પુરૂષ છે, કોઈ પણ પ્રયોજન માટે હર્ષ પામતે ચાલ્યા આવે છે. આ પ્રમાણે વિચાર કરતી રાજવલ્લભા, કુમારના રૂપથી મેહ પામી તેના જવાના રસ્તા આડી ઉભી રહી કુમારને કહેવા લાગી છે નરોત્તમ! અહી આવ, આ ઉત્તમ આસન પર બેસ, મને માન આપ અને નિઃશંકપણે મારા મને પૂરા કર.
રાણીને આ શબ્દો સાંભળી રાજકુમાર ચિંતવવા લાગ્યું કે, “આ રાજાની રાણી હશે કે તેની બહેન હશે? આવા ભયવાળા સ્થાનમાં પેસીને જે મનને સ્વાધીન ન રાખતા સ્વતંત્ર છુટ મૂકવામાં આવે અથવા પર સ્ત્રીમાં આસક્તિ કરવામાં આવે તે, સ્વદારા સંતેષ વ્રત કેવી રીતે રહે? તેમજ ઈષ્ટકાર્યની સિદ્ધિ પણ કેમ બને? વળી આ સ્ત્રીના અવયવે પરથી સ્પષ્ટ સમજાય છે કે, આ કેઈની