SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મનાભ જિનેન્દ્ર ૩૨૧ પછી ત્યાંથી ચવી તે વ્યંતરેદ્ર આ ભારતક્ષેત્રમાં રહેલા ભત્તિલપુર નગરમાં શતાનંદ રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષિથી ઉત્પન્ન થઇને અતિશય વૈભવશાળી શતબલ નામે પ્રખ્યાત પુત્ર થશે. બાલ્યાવસ્થામાં પણ બૃહસ્પતિની માફક કલાચા ની. પાસે રહી તે કુમાર ઉત્તમ કલાઓમાં બહુ નિપુણ થશે. ભાગની પ્રાથના કરતી એવી પણ અન્ય પ્રમદાએના ત્યાગ કરતા તે તમલ યૌવન વયમાં પણ સુશ્રાવકની માફક શીલવ્રત પાળશે. ત્યારબાદ રાજ્યપદવીનેા સ્વીકાર કરી ઉપદેશ વિના પણ તે નૃપતિ પ્રાચીન દયાલુતાને લીધે હિંસાદિક સાવદ્ય કાર્ય કરશે નહી”. તેમજ તે સાક્ષાત્ પરાક્રમની મૂર્તિ સમાન ઉદ્ધત સૈન્યેાવડે ચક્રવત્તિની માફક લીલા માત્રથી પૃથ્વીને જીતશે. પદ્મનાભ જિનેન્દ્ર તે સમયે પ્રથમ નરક ભૂમિમાંથી નીકળી શ્રેણિક રાજાના જીવ આ ભરતક્ષેત્રમાં પદ્મનાભ જિનેન્દ્ર થશે. અન્યદા દીક્ષા લઈ તપશ્ચર્યાંવડે કાને ક્ષીણુ કરી કેવલ જ્ઞાનપામી, યાચકવર્ડ દાનવીર જેમ ઉત્તમ સાધુએ વડે સેવાતા ભૂતલપર વિહાર કરતા પુણ્યવડે જંગલ કલ્પવૃક્ષ હાયને શુ' ? તેમ તેઓ શ્રી ભઠ્ઠિલપુરમાં આવશે. લેાકેાના મુખથી ધાર્મિ કની માફક તેમનું આગમન સાંભળી સજ્જનની માફક પ્રમુદિત થઈ શ્રીશતખલ રાજા તેમની પાસે જઈ વંદન કરશે. પછી તે અતિશય સંસાર તાપથી તપી ગયેલાની માફક બહુ ઉત્કંઠિત થઈ અલૌકિક મા રસથી ભરેલી ભગવાનની દેશનારૂપ અમૃતનુ' પાન કરશે. ખાદ્ય પ્રબુદ્ધ થયેલા તે પેાતાના પુત્રને રાજ્ય આપી શ્રીજિનેદ્ર ભગવાન પાસે પુણ્યશ્રીની સહચારિણી એવી દીક્ષાને હુણ કરશે. પછી તે શતખલમુનિ દ્વાદશાંગીના અભ્યાસ કરી અગીયારમા ગણધર થશે. ભાગ-૨ ૨૧
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy