SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ કુમારપાળ ચરિત્ર બહુ તપશ્ચર્યાઓ વડે કમને ક્ષીણ કરી કેવલજ્ઞાન પામશે. પછી તે શતબલ મહાશય કેવલજ્ઞાન રૂપ સૂર્ય વડે કમલની માફક વિશ્વને પ્રકાશિત કરી મુક્તિ સ્ત્રીને વરશે. હે રાજન ! એ પ્રમાણે આ ભવથી ત્રીજે ભવે જૈન ધર્મના પ્રભાવવડે ખરેખર તને મોક્ષ લક્ષમી પ્રાપ્ત થશે. એ પ્રમાણે શ્રીસૂરિમંત્રની અધિષ્ઠાયક દેવીના વચનથી મેં તારા ભૂતભવિષ્યના ભવ યથાર્થ રીતે કહ્યા.૧ સ્થિરદેવીદાસી પિતાની સિદ્ધિ નજીકમાં થવાની છે, એમ સાંભળી તેના લાભથી જેમ બહુ ખુશ થઈ ગૂર્જરેશ્વર શ્રી કુમારપાલ રાજા ગુરુને વિનંતિ પૂર્વક કહેવા લાગ્યો. જ્ઞાનનાશક આ કલિયુગની અંદર હાલમાં સર્વજ્ઞની માફક આપના સિવાય ભૂતભવિષ્યની વાર્તા બીજો કેણ કહી શકે? જેમ શ્રીમાન સર્વજ્ઞભગવાનની વાણી અન્યથા ન થાય તેમજ આ આપની વાણી પણ ભગવદ્ ધ્યાનના અતિશયથી જેમ સત્ય હશે. પરંતુ હે ગુરુમહારાજ ! આપે જે મને પૂર્વભવ સંબંધી વૃત્તાંત કહ્યું, તે સંબંધી મને કૌતુક હેવાથી કોઈ આપ્ત પુરુષને એકશિલાનગરીમાં એકલી તે વૃદ્ધ દાસીને હું પૂછાવી જોઉં. १ स्वयमपि चिरकाल संयम पालयित्वा, स्वनशनविधिना च प्राप्य मृत्यु सुखेन । निखिलसुखमनोज्ञ देवलोक तुरीय, निहतसकलशोक संगमिष्याम आर्य ! ॥१॥ भरतभुवि नरत्वं प्राप्य भूयोऽपि भव्य, कृतसुकृतमनस्कौ त्वतभोगाऽभिलाषौ । चरमवयसि शुद्ध सयम पालयित्वा, शिवपदमपसाद भूप ! यास्याव आवाम् ॥ २॥
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy