SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ यदा यदा हि धर्म स्य, ग्लानिर्भवति भूतले । तदा तदा भवत्येव, महापुरुषसंभवः ॥ १ ॥ જગતમાં જ્યારે જ્યારે ધમની હાનિ થાય છે, ત્યારે ત્યારે મહાન પુરુષોને અવશ્ય જન્મ થાય છે.” વળી તે મહાત્માઓ પિતાની સદ્દબુદ્ધિના પ્રભાવથી અનેક પ્રકારનાં સાહિત્ય પ્રગટ કરી જનસમાજને સન્માર્ગે પ્રવર્તાવે છે. તેવા મહાપુરુષોનું જીવન ચરિત્ર આદર્શ ભૂત ગણી શકાય. જૈનશાસન પ્રભાવક સકલ શાસ્ત્રનિષ્ણાત, ન્યાય, વ્યાકરણ, કેષ, કાવ્ય, લંકાર, ચંપૂ અને નાટકદિ વિવિધ ગ્રંથ પ્રણેતા, ધમધુરધર, પ્રાકૃત ભાષાના ઉત્પાદક પાણિનિ સમાન જૂની ગુજરાતી ભાષાના આદ્યપ્રવર્તાક કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય તથા પરમશ્રદ્ધાળુ તેમના પરમભક્ત પરમહંત ધર્માત્મા ચૌલુક્યચૂડામણિ ગુજરેંદ્ર રાજર્ષિ શ્રી કુમારપાલ ભૂપતિના પવિત્ર અને મનોરંજક અતિ ઉત્તમ જીવન ચરિત્રના સંબંધમાં અનેક જૈન વિદ્વાનોએ અનેક ગ્રંથની રચના કરી છે. તેમાં ઉપરોકત મહાપુરુષોના જીવન સંબંધી પરમપવિત્ર આદર્શ આલેખવામાં આવ્યા છે. તેઓ આત્મિક ઉન્નતિ સાધવામાં અતીવ સહાયકારક થાય છે. શ્રી હેમચંદ્રસૂરિ અને શ્રી કુમારપાલનરેશના સંબંધમાં રચાયેલા હાલમાં મળી આવતા ની યાદી તથા ગ્રંથ પ્રણેતાઓનાં નામ નિદેશ નીચે મુજબ છે. (૧) કુમારપાલ પ્રતિબંધ (હેમકુમાર ચરિત્ર) કર્તા શતાથી સોમપ્રભાચાર્ય રચના સમય વિ. સંવત ૧૧૪૧– ક સંખ્યા લગભગ (૯૦૦૦) આ ગ્રંથ રાજર્ષિ શ્રી કુમારપાલના સ્વર્ગવાસ પછી (૧૧) વર્ષે લખવામાં આવ્યો છે. (૨) મે પરાજય નાટક. કર્તાઅજયપાલ નરેશના મંત્રી યશપાલ રાજર્ષિ શ્રી કુમારપાલે વિ. સં. ૧૨૧૬ માર્ગશીર્ષ સુદિ દ્વિતીયાના દિવસે જૈનધર્મને સ્વીકાર કર્યો, તેનું વર્ણન આ ગ્રંથમાં આપેલું છે. ગ્રંથ રચના તેમના વ્રત સ્વીકારવાના સંવત્સરથી (૧૬) વર્ષની અંદર થયેલી જણાય છે. (૩) પ્રબંધ ચિંતામણિ કર્તા શ્રીમેરૂતુંગાચાર્ય આ ગ્રંથ એતિહાસિક ઘટનાઓથી ભરપુર છે, રાજશેખર કૃત રાજતરગિણીની જેમ સંસ્કૃત ગદ્યમાં લખાયેલું છે. આધુનિક વિદ્વાને આ ગ્રંથને અન્ય ઐતિહાસિક ગ્રંથની અપેક્ષાએ અધિક પ્રમાણભૂત માને છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy