SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ઇતિહાસ માટે આ એક જ ગ્રંથ આધારભુત છે. બંગાળ રોયલ એશિયાટિક સોસાઈટી તરફથી અંગ્રેજીમાં આ ગ્રંથને અનુવાદ પ્રગટ કરવામાં આવ્યું છે. આ ગ્રંથના અંતમાં મહારાજા શ્રી કુમારપાળ તથા શ્રીમાન હેમચંદ્રસૂરિનું સવિસ્તર વર્ણન આપવામાં આવ્યું છે. વિ. સં. ૧૩૬૧ ના ફાગણ સુદિ (૧૫) ના દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ વઢવાણ શહેરમાં આ ગ્રંથની સમાપ્તિ થઈ છે. (૪) પ્રભાવક ચરિત્ર કર્તા શ્રી પ્રભાચંદ્રાચાર્ય. આ ચારિત્રની અંદર જૈનધર્મ પ્રભાવક અનેક મહાપુરુષોનાં જીવન ચરિત્રો આપવામાં આવ્યાં છે. તે સર્વ પદ્યમય સંસ્કૃત ભાષામાં રચેલાં છે. કાવ્યકૃતિ અતિ અદ્ભુત છે. આ ગ્રંથમાં (૨૩) પૂર્વાચાર્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. છેવટમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યનું જીવન વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ગ્રંથ રચના વિ. સં. ૧૩૩૪માં થયેલી છે, એમ પોતે ગ્રંથકર્તા લખે છે वेदानलशिखिशशधर-वर्षे चैत्रस्य धवलसप्तम्याम् । અને પુનર્વસુરિને, સંપૂર્ણ પૂર્વ વિતમૂ I શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ સંશોધિત આ ગ્રંથ નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિત છે. (૫) કુમારપાલ ચરિત્ર આ ચરિત્ર ગ્રંથની કૃષ્ણષીય ગચ૭ના શ્રીમહેંદ્ર સૂરિના વિદ્વાન શિષ્ય બ્રહ્માષા ચક્રવતી. શ્રીજયસિંહસૂરિએ ૧૪૨૨ માં રચના કરી છે. એમણે ન્યાયસારની ટીકા અને નવીન વ્યાકરણની રચના પણ કરી છે. આ પ્રસ્તુત કુમારપાલચરિત્રનું ભાષાન્તર અમારા તરફથી કરવામાં આવ્યું છે. (૬) કુમારેપાલ ચરિત્ર, કર્તા શ્રીમતિલકસૂરિ (૭) કુમારપાલ ચરિત્ર કર્તા શ્રીચારિત્રસુંદરગણિ (૮) કુમારપાલ ચરિત્ર ( પ્રાકૃત) શ્રીહરિશ્ચંદ્ર વિરચિત. (૯) કુમારપાલ પ્રબંધ કર્તા શ્રી જિનમંડનગણિ. વિ. સં. ૧૪૯ર માં, તપાગચ્છાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના સુપ્રસિદ્ધ વિદ્વાન શિષ્ય જિનમંડન ગણિએ આ ગ્રંથની રચના સરલ ગદ્ય પદ્યાત્મક સંસ્કૃત ભાષામાં કરી છે. કોઈ કેઈ ઠેકાણે પ્રસંગોપાત્ત પ્રાકૃત પદ્ય પણ આપવામાં આવ્યાં છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy