SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના स्तुमत्रिसंध्यं प्रभुहेमसूरे-रनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि, यक्षोणिभर्तुळधित प्रबोधम् ॥१॥ પ્રાચીન મહાન વિદ્વાન જૈનાચાર્યોએ રચેલે જૈન સાહિત્યરત્નાકર એટલે બધો વિશાલ અને ગહન છે કે, જેમ જેમ તેનું અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ તેમાંથી અપૂર્વ ગ્રંથરત્ન દષ્ટિગોચર થાય છે. આ જૈન સાહિત્યસાગરને સુગમતાથી પાર પામવા માટે પ્રાચીન વિદ્વાનોએ (૧) દ્રવ્યાનુયોગ, (૨) ચરણકરણાનુયોગ, (૩) ગણિતાનુગ, (૪) કથાનુયોગ એ ચાર વિભાગરૂપ નૌકાઓ તૈયાર કરેલી છે. આ ચાર પૈકીમાં જનકથાસાહિત્ય પ્રમાણમાં અતિવિશાલ છે. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતિ વિગેરે ભાષાઓમાં લખાએલા સેંકડે ગ્રંથ સાંપ્રતકાળમાં વિદ્યમાન છે. જેથી લોકોમાં અદ્યાપિ ધમની જાગૃતિ અવિચ્છિન્ન રીતે પ્રવૃત્તિ રહી છે. ધમ અને સમાજની ઉન્નતિ માટે સાહિત્ય એ એક સર્વોત્તમ સાધન છે. સાહિત્યની વૃદ્ધિમાં સામાજીક ઉન્નતિ સમાયેલી છે. સમાજના અભ્યદય માટે પરમ પવિત્ર ધમ પ્રચારક પૂર્વાચાર્યો તેમજ ધર્મ પ્રભાવક રાજા મહારાજાઓ, વીરપુરૂષો, સમાજના અગ્રગણ્ય નેતાઓ, દાનવીર શ્રીમંત અને દેશના સાચા હિતચિંતકોનાં સત્ય જીવનચરિત્રો એતિહાસિક દષ્ટિએ લખાયેલાં છે. અદ્ધિમાન પુરુષો પિતાની બુદ્ધિને વૈભવ લેકોપકારમાં જ સફલ માને છે. આપણને આપણા પૂજ્ય આચાર્યો સાહિત્ય સમૃદ્ધિને માટે ફાળો આપી ગયા છે. તેમના આપણે અણુ છીએ, માત્ર બુદ્ધિમાન પુરુષો તેમનું પઠનપાઠન કરી ચરિતાર્થ કરે છે. હાલમાં પણ તેવી જ રીતે કેટલાક વિદ્વાન આચાર્યો સાહિત્ય વૃદ્ધિ તેમજ સમાજના હિત માટે અનેક શુભકાર્યો કરે છે, તે બહુ પ્રશંસનીય છે. કે ધર્મ સમાજમાં જ્યારે અજ્ઞાનતા પ્રસરે છે, ત્યારે સમાજના ઉદ્ધાર માટે પ્રભાવિક પુણે ઉત્પન્ન થાય છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy