SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૪૧૯-૪૨૦-૪૨૧ શ્લોક ઃ अस्य कल्याणयोगस्य, हेतु ज्ञातौ मया ततः । हिंसावैश्वानरौ क्रूरौ, शान्तः पुण्योदयस्तु न । । ४१९।। શ્લોકાર્થ -: ૧૮૩ તેથી=લોકોમાં આ પ્રકારની શ્લાઘા હતી તેથી, આ કલ્યાણયોગનો હેતુ મારા વડે ક્રૂર એવા હિંસા અને વૈશ્વાનર જણાયા. પરંતુ શાંત પુણ્યોદય નહીં. નંદીવર્ધન અત્યંત વિપર્યાસ બુદ્ધિવાળો છે. તેથી બાહ્ય શ્લાઘામાં સર્વ કલ્યાણ દેખાય છે એટલું જ નહીં પણ તે બાહ્ય શ્લાઘાનું પ્રબળ કારણ તેનું શાંત પુણ્યોદય છે તે તેને જણાતું નથી. પરંતુ પોતાનો ક્રોધી સ્વભાવ છે અને હિંસા છે તે જ તેની પ્રતિષ્ઠાનું કારણ જણાય છે. અહીં શાંત પુણ્યોદય કહેવાથી એ પ્રાપ્ત થાય કે મિથ્યાત્વની મંદતાથી કે ક્ષયોપશમથી થયેલું પ્રગટ પુણ્ય નંદીવર્ધનનું ન હતું તેથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું ન હતું. પરંતુ માત્ર બાહ્ય સફળતા પ્રાપ્ત કરાવતું હતું અને તે પુણ્યથી પોતાને સફળતા મળે છે તેવો પણ બોધ વિપર્યાસને કારણે તેને ન હતો. II૪૧૯ ન શ્લોક ઃ रथस्थो हट्टमार्गेण, गच्छन् रत्नवतीयुतः । प्राप्तो राजकुलाभ्यर्णमितश्चाहं कृताद्भुतः ।।४२०।। શ્લોકાર્થ : આ બાજુ કરાયેલા અદ્ભુતવાળો એવો હું=યુદ્ધમાં પરાક્રમ કરીને પ્રાપ્ત થયેલી ખ્યાતિવાળો એવો હું, રથમાં રહેલો, હટ્ટમાર્ગથી જતો રત્નવતીથી યુક્ત રાજકુલની નજીકમાં પ્રાપ્ત થયો. II૪૨૦મા શ્લોક ઃ अथास्ति सुह्मनाथस्य, दुहिता जयवर्मणः । देवी कनकचूडस्य, नाम्ना मलयमञ्जरी ।। ४२१ ।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy