SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ દારિદ્રય શીધ્ર વિલય પામે છે; વળી જેમનું, એકછત્ર સામ્રાજ્યની જેમ ક્યાંય પણ સ્કૂલના ન પામતું, શાસન જયવંતપણે વર્તી રહ્યું છે; તથા મોક્ષની જેમ, જેમની પાસે અણિમા વગેરે સિદ્ધિઓ ઉપસ્થિત થઈને રહેલી છે-એવા, સિદ્ધાર્થનૃપના કુલદીપક મહાવીર તીર્થકર હમણાં જ આપણા ઉદ્યાનને વિષે આવી સમવસર્યા છે. સત્યમેવ આપનું પુણ્ય અનંત છે ! માટે, હે નાથ ! પ્રભુનું આગમન થયાની મારી વધામણી છે. કેમકે આપને શ્રી જિનેશ્વરના વર્તમાનના શ્રવણ કરતાં અન્ય કશું અત્યંત હર્ષનું કારણ નથી. આમ ઉધાનપાલક પાસેથી પ્રભુના આગમનની વાત સાંભળીને શ્રેણિકરા સાક્ષાત ધર્મના અંકુરોથી હોય નહીં એમ હર્ષના રોમાંચથી. વ્યાપ્ત થઈ ગયો; તેથી એણે એ પ્રિયભાષી બાગવાનને વંશપરંપરાનું દારિદ્રય ફેડનારું એવું દાન આપ્યું. કેમકે રાજાઓ આપવા બેસે છે ત્યારે અનર્ગળ આપે છે. પછી એણે તલ્લણ ભગવાનને વંદન કરવા જવા માટે તૈયારી કરાવી. કેમકે તે વખતે એક ક્ષણનો પણ વિલંબ થાય એ ઈચ્છવા યોગ્ય નહોતું. સામગ્રી તૈયાર થઈ કે તરત જ અભયકુમાર આદિ સ્વજનોના પરિવાર સહિત શ્રેણિક રાજા, સ્વભાવથી અચળ છતાં, (સેચનક હસ્તિપરા આરૂઢ થઈને) ચાલ્યો. ચાલતાં ચાલતાં સમવસરણ એની દષ્ટિએ પડ્યું કે તëણ પોતે હસ્તિપરથી ઊતરી ગયો. અથવા તો એમાં આશ્ચર્ય શું ? એ જોઈને તો માણસ મદ થકી પણ ઊતરી જાય છે ! પછી પાંચ પ્રકારના અભિગમને ૧. ગામ, મદિના, ત્વયિમા, રિમા, શિવ, વશિત્વ, પ્રાપ્ય અને પ્રાપ્તિ -એ આઠ સિદ્ધિઓ-લોકોત્તર શક્તિઓ. ૨. અચળ (હાલચાલી ન શકે એવો) છતાં “ચાલ્યો'-એ વિરોધ. શમાવતાં “અચળ' એટલે “દઢમનનો' એમ લેવું. (વિરોધાભાસ અલંકાર). ૩. મદ-ગર્વ ત્યજી દે છે. ૪. દેવગુરુ સમક્ષ જતાં અમુક “વિધિઓનું અનુપાલન' કરવું કહ્યું છે એને “અભિગમને સાચવવા' કહે છે. આ પ્રમાણે; (૧) કુસુમ-ફળ આદિ સચિત્ત વસ્તુઓ આપણી પાસે હોય તો તે ત્યજી દેવી; (૨) દ્રવ્ય-આભરણાદિ અચિત વસ્તુઓ પાસે રહેવા દેવી; (૩) મનને એકાગ્રપણું કરવું; (૪) ખેસ-દુપટ્ટો આપણી પાસે હોય એનો ૧૨ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy