SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાચવીને એણે, પાંચમી ગતિ પ્રાપ્ત કરવા માટે પાંચ-બાણવાળાનો પરાજય કરનાર-એવા જિનેશ્વરને વંદન કરવા અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને, (પ્રભુને) ત્રણ પ્રદક્ષિણા દેવા માટે સપરિવાર એણે પ્રભુની દક્ષિણે આવર્તમાં જેમ જેમ ભમવા માંડ્યું તેમ તેમ મોહરાજાના મસ્તક પર વ્યથાના આવર્તા ઉઠવા લાગ્યા એવી અમારી માન્યતા છે. પછી શ્રેણિક રાજાએ, ત્રણવાર ભૂમિપર્યત મસ્તક નમાવી પ્રભુને વંદન કરીને, ભકિતપૂર્ણ વાણી વડે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી;- આપ ભગવાન તો અનંત ગુણથી ભરેલા છો, અને હું, એક નિર્બળ દષ્ટિવાળો માણસ જેમ બહુ અલ્પ નક્ષત્રો જોઈ શકે છે એમ, આપના બહુ અલ્પ ગુણોને જાણું છું; તો પણ તારું ચિત્ત આપની ભક્તિને વિષે લીન હોવાથી, આ મારી ચલાચલ જીન્હા આપના ગુણો વર્ણવવાને તૈયાર થઈ રહી છે. “હે નાથ ! સર્વકાળ પવિત્ર એવા તમે પ્રાણતકલ્પ દેવલોકના પુષ્પોત્તર વિમાનથી, જે માસની ઉજ્વળ ષષ્ઠીને દિવસે, રાજહંસની જેમ, દેવાનંદાના ઉદરરૂપી અંભોજને વિષે અવતર્યા, તે આષાઢ માસ પવિત્ર કહેવાય છે તે યોગ્ય જ છે. વળી દેવાનંદાના ઉદર થકી આશ્વિનમાસની શુકલ ત્રયોદશીને દિવસે, લોકોના ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી રીતે, ત્રિશલામાતાની કુક્ષિને વિષે આવી, તમે એના સર્વ મનોરથો સિદ્ધ એકલાટી-એકપડો ઉત્તરાસંગ કરવો; (૫) પ્રભુને દૂરથી જોતાં જ મસ્તક પર અંજલિ જોડવી. વળી વંદના કરવા આવનાર શ્રાવક જો પોતે રાજા કે એવો મહાન અધિકારી હોય તો તે પોતાનાં રાજ્યચિન્હ બહાર મૂકીને અંદર પ્રવેશ કરે-એ પણ “અભિગમને સાચવવા' કહ્યાં છે. એટલે એ પોતાનાં ખડ્ઝ, છત્ર, ઉપાનહ (મોજડી), ચામર અને મુકુટ-એ પાંચવાનાં બહાર મૂકીને જ પ્રવેશ કરે. ૧. મોક્ષ (પહેલી ચાર ગતિ દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારકીની છે.) ૨. અર્થાત્ પાંચ બાણવાળા કામદેવનો. ૩. આવર્તક(૧) ગોળ ફરવું; (૨) પવન આદિથી જળને વિષે ભમરીઓ. ઉત્પન્ન થાય છે તે. આવર્ત ભ્રમણ-ફરતાં ફેરા દેવા. વ્યથાના આવર્ત-વ્યથાની ભમરીઓ. અર્થાત્ પ્રભુનું અભૂત, લોકોત્તર સમવસરણ અને રિદ્ધિ-સિદ્ધિ જોઈને શ્રેણિક રાજાના મોહનો નાશ થઈ ગયો. ૪. હાલ્યા કરતી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૯૩
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy