SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જગતપ્રભુ આવવાના હતા એટલે પોતાને કૃતાર્થ માનતા વૈમાનિક અને જ્યોતિષિક સુરાસુરો અને વ્યંતર દેવોએ પરમ હર્ષ સહિત ત્યાં સમવસરણની રચના કરી; કારણકે મહંત પુરુષોની ચાકરી પણ મહાભાગ્યનો ઉદય હોય તો જ મળે છે. નવનવીન સુવર્ણકમળ પર ચરણન્યાસ કરતા આવતા પ્રભુએ પણ પૂર્વ દિશાના મુખ ભણીથી એ સમવસરણને વિષે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને, ત્રિભુવનસ્વામી-એવા ભગવાને ચૈત્યવ્રુમની પ્રદક્ષિણા કરી. અથવા તો આ મહાપુરુષે એકેન્દ્રિય એવા પણ વૃક્ષની પ્રદક્ષિણા કરી એ એની કોઈ અવર્ણનીય વિશિષ્ટતા જ સમજવી. પ્રદક્ષિણા દઈને પછી ભગવંત સિંહાસન પર બેઠા. અહીં એક વિચિત્રતા થઈ કે પ્રભુના બેસવાથી સિંહાસન, પ્રભુની નીચે રહે એટલે, અધ:કૃત થયું કહેવાય, છતાં એ ત્રણ ભુવનની ઉપર જ રહ્યું ! એટલામાં તો ત્યાં તલ્લણ સંસારનું સ્વરૂપ સમજનારાના મનમાં (બાર) ભાવના ઉપસ્થિત થાય એમ, બારે પર્ષદા આવીને ઉપસ્થિત થઈ (બેઠી). જ્યારે પ્રભુ આવીને ઉદ્યાનમાં સમવર્સયા તે વખતે ઉદ્યાનપાલકે જઈને શ્રેણિક ભૂપતિને વધામણી દીધી કે-હે નરાધિપ ! જેમના નામસ્મરણ માત્રથી, સુપકવ વાલુક્ય ફળની જેમ આપત્તિઓ સર્વે સત્વર ભાંગીને કટકા થઈ જાય છે; કોટિવેધ રસથી જ હોય નહીં એમ સર્વત્ર કલ્યાણ કલ્યાણ થઈ રહે છે; અને તપી ગયેલ લોહ પર પડેલા જળબિંદુની જેમ ૧. “અધ:કૃત' (હેઠળ આવી ગયું, છતાં ત્રિભુવનની “ઉપર”-એ વિરોધ શમાવવા “ઉપર”નો અર્થ “ત્રિભુવનને વિષે શ્રેષ્ઠ' એવો લેવો. ૨. અનિત્ય, અશરણ આદિ બાર ભાવના કહેવાય છે તે; (સંભાવના-વિચારણા) ૩. ધર્મશ્રવણ આદિ ધાર્મિક કાર્યોથી એકત્ર થતું સભ્યમંડળ-સભા, સમવસરણને વિષે પ્રભુ પાસે ધર્મશ્રવણાર્થે એવી બાર પર્ષદ-સભા બેસે છે; સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની-મળીને ચાર; વૈમાનિક, જ્યોતિષિક, ભુવનપતિ અને વ્યંતર-એ ચાર પ્રકારના દેવતાઓની ચાર; અને આ છેલ્લા ગણાવ્યા તે વર્ગમાંની દેવીઓની ચાર. એમ એકંદર બાર સભા થઈ. ૪. ચીભડું. ૫. કોઈ આશ્ચર્યકારી રસ-પ્રવાહી પદાર્થ આવતો હશે (?) એના સ્પર્શથી હલકી ધાતુઓ સુવર્ણ-સોનું બની જાય છે–એવી સામાન્ય માન્યતા છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૯૧
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy