SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય : ત્યારપછી વિમલના વચનથી રાજા પ્રસન્ન થયા ત્યારપછી, કમલ નામના પુત્રને રાજ્યમાં સ્થાપ્ત કરીને અને મનોહર આઠ દિવસ જિનપૂજાને કરીને અને મહાદાન આપીને અને મહોત્સવને કરીને, કરાયેલા અશેષકર્તવ્યવાળો રાજા શુભકાલમાં સમાધાનને પામેલો હવે ભોગોથી સર્યું એ પ્રકારના ચિત્તના સમાધાનને પામેલો, એવો રાજ વિમલની સાથે, પત્ની સહિત, બાંધવો સહિત, નગરના લોકો સહિત સહસા વિધિપૂર્વક નિષ્ઠાંત થયો-સંયમ ગ્રહણ કર્યું. ll૧૩૮થી ૬૪oll શ્લોક : વિ વન?– यैः समाकणितं सूरेस्तद्वाक्यममृतोपमम् । तेषां मध्ये जनाः स्तोका, ये गृहेषु व्यवस्थिताः ।।६४१।। तेऽपि चावाप्तसम्यक्त्वा, व्रतरत्नविभूषिताः । जाता रत्नाकरे प्राप्ते, कः स्यादारिद्र्यभाजनम्? ।।६४२।। શ્લોકાર્ચ - વધારે શું કહેવું? સૂરિનું અમૃતની ઉપમાવાળું તે વાક્ય જેઓ વડે સંભળાયું તેમાંથી થોડા લોકો જેઓ ગૃહમાં રહ્યા અને તેઓ પણ પ્રાપ્ત થયેલા સમ્યક્તવાળા, વ્રતરત્નથી વિભૂષિત થયા. રત્નાકર પ્રાપ્ત થયે છતે દારિત્ર્યનું ભાજન કોણ થાય? II૬૪૧-૪૨ાા ભાવાર્થ - બુધસૂરિને ધવલરાજાએ સંયમ ગ્રહણનું કારણ પૂછેલું. તેથી લાભ જોઈને બુધસૂરિએ પોતે અને મંદ કઈ રીતે સાથે રમતા હતા અને વિચાર ધારા અને માર્ગાનુસારી બુદ્ધિ દ્વારા ઘાણનું સ્વરૂપ કઈ રીતે જાણ્ય, વળી ધ્રાણેન્દ્રિયના ત્યાગ અર્થે જ માર્ગાનુસારી બુદ્ધિના બળથી સંયમ ગ્રહણ કર્યું ઇત્યાદિ કહ્યું. પછી રાજાને કહે છે, જે મારા માટે સંયમગ્રહણનું કારણ બન્યું, તે તમારા માટે પણ સમાન છે; કેમ કે વિષયાભિલાષ મંત્રીના પાંચ મનુષ્યો જગત્રયમાં વર્તે છે અને તેની પાછળ મહામોહાદિ શત્રુઓ દોડે છે; કેમ કે સંસારી જીવોને પાંચ ઇન્દ્રિયો મળેલી છે અને મહામોહ આપાદક પરિણતિઓ વિદ્યમાન છે અને તેને ઉલ્લસિત કરનારાં કર્મો વિદ્યમાન છે. તેથી જે જે સંસારી જીવ તે ઇન્દ્રિયોને વશ બને છે તે સર્વ તે ઇન્દ્રિયો દ્વારા વિનાશ કરાય છે; કેમ કે સંસારી જીવનું પરમ સ્વાસ્થરૂપ સ્વરૂપ ઇન્દ્રિયોની આસકિતથી વિનાશ પામે છે. તેથી જે જે જીવ જે જે ઇન્દ્રિયોને વશ બને છે તે વખતે મહામોહાદિ શત્રુઓ તે જીવનો વિનાશ કરે છે. આ પ્રમાણે બતાવીને બુધસૂરિ રાજાને કહે છે. ભગવાનનું શાસન જ તે ઇન્દ્રિયોથી અને મહામોહાદિ શત્રુઓથી રક્ષણનું સ્થાન છે; કેમ કે સર્વજ્ઞના વચનથી જેઓ દિવસ-રાત ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓના ચિત્તમાં ઇન્દ્રિયો કોલાહલ કરવા સમર્થ થતી નથી અને ઇન્દ્રિયોને વશ જેઓ નથી તેઓને મહામોહાદિ પણ કંઈ કરવા સમર્થ
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy