SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૨૯૫ નથી; કેમ કે ભગવાનના વચનથી ભાવિત થઈને પ્રશમસુખમાં તે મહાત્માઓ સદા વર્તે છે. તેથી જેઓએ પ્રસ્તુત કથાનક દ્વારા તત્ત્વને જાણ્યું છે તેઓએ સંયમમાં પ્રવર્તવું જોઈએ અને ક્ષણ પણ વિલંબ કરવો જોઈએ નહીં; કેમ કે કાલકૂટના વિષ જેવા વિષયો છે અને પ્રશમના અમૃત જેવી ઉત્તમ જિનવચનથી થતી જીવની પરિણતિ છે. તેથી વિવેકીએ અમૃતમાં જ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રકારે બુધસૂરિ રાજાને કહે છે. રાજાને તે વચનો સમ્યક્ પરિણમન પામ્યાં. તેથી ત્યાં બેઠેલા લોકોના ઇરાદાને જાણવા રાજા પ્રશ્ન કરે છે કે મહાત્માનું વચન તમારા ચિત્તમાં સ્પશ્યું કે નહીં ? લોકો કહે છે મહાત્માએ મિથ્યાત્વવિષથી મૂર્છિત એવા અમને જાણે અમૃતથી જીવિત કર્યા છે માટે ક્ષણ પણ સંયમ ગ્રહણ ક૨વા માટે વિલંબ કરવો જોઈએ નહીં. લોકોનાં તે વચન સાંભળીને રાજા હર્ષિત થાય છે તેથી વિમલને રાજ્ય ગ્રહણ કરવા માટે કહે છે. વિમલ પણ ઉચિત વચન દ્વારા હું સંયમ માટે તત્પર છું તેમ કહે છે. તેથી અત્યંત હર્ષિત થયેલ રાજા પોતાના અન્ય પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને સંયમ માટે તત્પર થયેલા લોકો સાથે વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરે છે. વળી, ત્યાં બેઠેલા કેટલાક લોકો સંયમ ગ્રહણ કરવા તત્પર થયા નહીં. તોપણ કેટલાક સમ્યક્ત્વ પામ્યા. કેટલાક દેશવિરતિથી વિભૂષિત થયા; કેમ કે રત્નાકર જેવા ઉત્તમ ગુરુને પામીને કોણ દરિદ્રતાને પ્રાપ્ત કરે ? તેથી ત્યાં ઉપસ્થિત નગરલોકોમાંથી વધારે ભાગના સર્વ જીવો પ્રતિબોધ પામીને પોતાના આત્માનું હિત કરે છે. वामदेवाऽप्रतिबोधकारणम् શ્લોક ઃ અહં તુ મદ્રે! તત્રાપિ, વામળેવતા સ્થિતઃ । दृष्ट्वा तत्तादृशं सूरे:, रूपनिर्माणकौशलम् ||६४३।। श्रुत्वा तत्तादृशं वाक्यं, महामोहतमोऽपहम् । तथापि च न बुद्धोऽस्मि, तत्राकर्णय कारणम् ।।६४४।। વામદેવના અપ્રતિબોધનું કારણ શ્લોકાર્ય હે ભદ્રા અગૃહીતસંકેતા ! ત્યાં પણ=બુધસૂરિના ઉપદેશ સ્થળમાં પણ, વામદેવપણાથી રહેલો હું સૂરિનું તેવા પ્રકારનું તે રૂપનિર્માણમાં કુશલપણું જોઈને, મહામોહના અંધકારને હણનારું તેવા પ્રકારનું તે વાક્ય સાંભળીને તોપણ બોધ પામ્યો નહીં. ત્યાં કારણ સાંભળ. ||૬૪૩-૬૪૪|| શ્લોક ઃ : सौ बहुलिका पूर्व, योगिनी भगिनी मम । शरीरेऽनुप्रविष्टाऽऽसीत्सा मे तत्र विजृम्भिता ।।६४५।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy