SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૯૪ કરે અને ઈન્દ્રપણું, વિબુધપણું અથવા રાજ્ય રત્નધનાદિક, પુત્ર, સ્ત્રી અથવા અન્ય જો કંઈ પ્રાપ્ત કરે તો ખોટા અભિમાનથી ખરેખર સુખનિર્ભર એવો હું બંધ કરાયેલા નિઃસ્પંદન મંદ અક્ષવાળો= તત્ત્વને જોવામાં ચક્ષુ બંધ કરી છે અને વિષયોમાં સ્થિર થયેલ મંદ ચક્ષુવાળો, કંઈ વિચારતો નથી. ||૩૨૪થી ૩૨૬]I શ્લોક ઃ ततश्च अहो सुखमहो स्वर्गो, धन्योऽहमिति भावितः । एवं विचेष्टते भूप ! यथाऽयं तावको जनः ।। ३२७।। શ્લોકાર્થ : અને તેથી=વિષયોમાં સ્થિર બુદ્ધિવાળો છે તેથી, અહો સુખ છે, અહો સ્વર્ગ છે, હું ધન્ય છું એ પ્રકારે ભાવિત થયેલો લોક હે રાજા ! જે પ્રમાણે આ તારો જન છે એ રીતે ચેષ્ટા કરે છે. II૩૨૭]I શ્લોક ઃ अनन्तदर्शनज्ञानवीर्यानन्दादिभिः सदा । भावरत्नैर्भृतं त्वात्मस्वरूपं नावबुध्यते ।। ३२८ ।। શ્લોકાર્થ ઃ વળી અનંતદર્શન, જ્ઞાન, વીર્ય, આનંદાદિ રૂપ ભાવરત્નોથી ભરાયેલા આત્મસ્વરૂપને જાણતો નથી. II૩૨૮II શ્લોક ઃ वराको न च जानीते, यथेदं भावतस्करैः । हृतं रागादिभिर्मेऽत्र, स्वरूपं मन्दिरोपमम् ।। ३२९ ।। શ્લોકાર્થ ઃ અને ભાવતસ્કર એવા રાગાદિ વડે અહીં=સંસારમાં, જે પ્રમાણે મંદિરની ઉપમા જેવું મારું આ સ્વરૂપ હરણ કરાયું, તે પ્રમાણે વરાક જાણતો નથી. II૩૨૯॥ શ્લોક ઃ क्षमामार्दवसत्यादिरूपं भावकुटुम्बकम् । न चायं बुध्यते लोकः, सुन्दरं हितवत्सलम् ।। ३३०।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy