SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચિત્તસમાધાનમંડપ (તથા) નિઃસ્પૃહતાવેદિકા શ્લોકાર્ચ - આ ચિત્તસમાધાન નામનો મંડપ સર્વ જીવોને સંપ્રાપ્ત થયેલો નિજ વીર્યથી અતુલ સોગને કરે છે. ll૭૭ી. શ્લોક : अस्यैव भूपतेर्नूनमास्थानार्थं विनिर्मितः । वेधसा त्रिजगद्बन्धोरादरादेष मण्डपः ।।७८।। શ્લોકાર્ચ - ખરેખર આ જ ત્રણ જગતના બંધુ એવા રાજાના બેસવા માટે ભાગ્ય વડે આદરથી આ મંડપ નિર્માણ કરાયો છે=જેઓનું ચિત્ત સમાધાનવાળું છે તેઓનાં જ ચિત્તમાં ભાવથી ભગવાન રહેલા છે. I૭૮l શ્લોક : नास्त्येव भवचक्रेऽत्र, सुखगन्धोऽपि सुन्दर! । यावच्चित्तसमाधानो, नैष संप्राप्यते जनैः ।।७९।। બ્લોકાર્ધ : હે સુંદર ! આ ભવચક્રમાં સુખની ગંધ પણ નથી જ, જ્યાં સુધી આ ચિત્તનું સમાધાન લોકો વડે પ્રાપ્ત ન કરાય. II૭૯ll. શ્લોક : तदेष लेशतो वत्स! वर्णितो वरमण्डपः । एषा निःस्पृहता नाम, वेदिका ते निवेद्यते ।।८।। શ્લોકાર્ચ - તે કારણથી=જે કારણથી, ચિત્તના સમાધાન વગર જીવને સુખની ગંધ નથી તે કારણથી, હે વત્સ ! આ વરમંડપ લેશથી વર્ણન કરાયો. આ નિઃસ્પૃહતા નામની વેદિકા તને નિવેદન કરાય છે. IIcell બ્લોક : ये लोका वेदिकां वत्स! स्मरन्त्येनां पुनः पुनः । तेषां शब्दादयो भोगाः, प्रतिभान्ति विषोपमाः ।।८१।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy