SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : જ્ઞાન-શ્રદ્ધાનથી પવિત્ર એવા તેઓનયથાવસ્થિત સન્માર્ગને જોનારા જીવો, ભવરૂપી કેદખાનામાં નિઃસ્પૃહી એવા માનવો ચારિત્રયાનમાં આરોહણ કરીને નિવૃતિમાં જાય છે. ll૧૨શી. શ્લોક : यथा च सन्मार्गोऽयं, यथा चान्ये न तद्विधाः । इदं च पुरतो वत्स! यद्यहं ते विचारये ।।१३।। ततो जन्म ममात्येति, न विचारस्य निष्ठितिः । तेनेदं ते समासेन, प्रविभज्य निवेद्यते ।।१४।। युग्मम्।। શ્લોકાર્થ : અને જે પ્રમાણે આ સન્માર્ગ છે અને જે પ્રમાણે અન્ય માર્ગો તેવા પ્રકારના નથી=મોક્ષને પ્રાપ્ત કરાવે તેવા પ્રકારના નથી, અને હે વત્સ પ્રકર્ષ ! તારી આગળ આ જો હું વિચાર કરું તો મારો જન્મ પૂરો થઈ જાય. વિચારની નિષ્ઠિતિ પૂર્ણાહુતિ નથી. તે કારણથી=ભગવાનનું દર્શન સન્માર્ગ છે અને અન્ય નથી તે કહેવું વિસ્તારથી શક્ય નથી તે કારણથી, આ=ભગવાનનાં દર્શન અને અન્ય દર્શનનો ભેદ છે એ, તને વિભાજન કરીને સમાસથી=સંક્ષેપથી, નિવેદન કરાય છે. II૧૩-૧૪ll બ્લોક : ज्ञानदर्शनचारित्रलक्षणो ह्यान्तरो मतः । વિMિનિવૃત, પ્રમુખ: સુપરિટ: પારકી શ્લોકાર્ચ - જ્ઞાન-દર્શન-યાત્રિ લક્ષણરૂપ અંતરંગ નિવૃતિનો માર્ગ પ્રગુણ સુપરિક્રુટ વિદ્વાનો વડે મનાયો છે. ll૧૫ll શ્લોક : स दृष्टः पर्वतारूढेर्न दृष्टो भूमिवासिभिः । तेनैते तत्र गन्तारो, न गन्तारो भुवि स्थिताः ।।१६।। શ્લોકાર્ચ - તે પર્વત ઉપર આરૂઢ જીવો વડે જોવાયો છે. ભૂમિવાસી જીવો વડે જોવાયો નથી. તે કારણથી આ=પર્વત પર આરૂઢ જીવો, ત્યાં=મોક્ષમાં, જનારા છે. ભૂમિમાં રહેલા જનારા નથી. I/૧૬ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy