________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
सिद्धान्तसेवायां देशना अभिहितं च तेन भगवता यदुत-'भो भो भव्याः! प्रदीप्तभवनोदरकल्पोऽयं संसारविस्तारो, निवासः शारीराऽऽदिदुःखानां, न युक्त इह विदुषः प्रमादः, अतिदुर्लभेयं मानुषाऽवस्था, प्रधानं परलोकसाधनं, परिणामकटवो विषयाः, विप्रयोगाऽन्तानि सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः, तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य संसारप्रदीपनकस्य यत्नः कर्तव्यः, तस्य च हेतुः सिद्धान्तवासनासारो धर्ममेघः, अतः स्वीकर्तव्यः सिद्धान्तः, सम्यक् सेवितव्यास्तदभिज्ञाः, भावनीयं मुण्डमालिकोपमानं, त्यक्तव्या खल्वसदपेक्षा, भवितव्यमाज्ञाप्रधानेन, उपादेयं प्रणिधानं, पोषणीयं सत्साधुसेवया, रक्षणीयं प्रवचनमालिन्यम् । एतच्च विधिप्रवृत्तः संपादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं सूत्रानुसारेण, प्रत्यभिज्ञातव्यमात्मस्वरूपं, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसंपन्नयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः, भवत्येवं प्रवर्तमानानां सोपक्रमकर्मविलयः, विच्छिद्यते निरुपक्रमकर्माऽनुबन्धः, तस्मादत्रैव यतध्वं यूयम्' इति एवं च निवेदिते तेन भगवता विचक्षणसूरिणाऽस्याः परिषदो मध्ये केषाञ्चिद् भव्यानामुल्लसितश्चरणपरिणामः, अपरेषां संजातो देशविरतिक्षयोपशमः, अन्यैः पुनर्विदलितं मिथ्यात्वं, अपरेषां प्रतनूभूता रागादयः, केषाञ्चित्संपन्नो भद्रकभावः । ततो निपतितास्ते सर्वेऽपि भगवच्चरणयोः, अभिहितमेतैः- 'इच्छामोऽनुशास्तिं, कुर्मो यदाज्ञापयन्ति नाथाः' ।
સિદ્ધાંત સેવા વિષયક દેશના तभावान 43 उपायु. शुं वायुं त 'यदुत'थी बतावे . हे भव्य पो ! Mणता भवना ઉદર જેવો આ સંસારનો વિસ્તાર છે. શરીરાદિ દુઃખોનું નિવાસ છે શરીરનાં દુઃખો, માનસિક દુઃખો, સાંયોગિક દુઃખોનું નિવાસ છે. અહીં=સંસારમાં, વિદ્વાનોએ=વિદ્વાન પુરુષોને, પ્રમાદ યુક્ત નથી=સંસારના ઉચ્છેદમાં અપ્રમાદથી યત્ન જ કરવો જોઈએ. અતિદુર્લભ આ મનુષ્યઅવસ્થા છે. પરલોકનું પ્રધાન સાધન છે. વિષયો પરિણામથી કટુ છેઃપ્રાપ્તિ વખતે સુખ આપે છે. ફળથી કડવા છે; કેમ કે નાશ પામે ત્યારે શોક ઉત્પન્ન થાય છે. તેનાથી બંધાયેલા પાપને કારણે દુર્ગતિઓનાં ફળ મળે છે માટે પરિણામથી વિષયો કટુ છે. સત્સંગો વિયોગના અંતવાળા છેપુણ્યથી મળેલા સુંદર સંયોગો વિયોગના અંતવાળા છે. પાતભયથી આતુર, અવિજ્ઞાત પાતવાળું આયુષ્ય છે=જર્જરિત દિવાલ પડુ પડુ થતી હોય, ક્યારે પડે તે જણાતી નથી તેના જેવું આયુષ્ય છે. આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છત=સંસારનું સ્વરૂપ અત્યાર સુધી વર્ણન કર્યું એવું વ્યવસ્થિત હોતે છતે, આ સંસારરૂપી પ્રદીપને બૂઝવવામાં યત્ન કરવો જોઈએ=કષાયોના પરિણામોથી બળતા એવા સંસારને બૂઝવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને તેનો હેતુ=સંસારના કષાયરૂપી અગ્નિને બૂઝવવાનો હેતુ, સિદ્ધાંતવાસનામાં પ્રધાન એવો