SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ધર્મમેઘ છે જિનવચનથી ભાવિત થયેલો અને સતત જિતવચનની વાસનાથી દઢ થતો ચિત્તરૂપી ધર્મમેઘ કષાયોને બૂઝવવામાં સમર્થ હેતુ છે. આથી સિદ્ધાંત સ્વીકારવો જોઈએ=ભગવાનના વચનના પરમાર્થને જાણીને તે પ્રમાણે તેનાથી આત્માને ભાવિત કરવા યત્ન કરવો જોઈએ. તેના જાણનારા સિદ્ધાંતને જાણનારા, પુરુષો સમ્યક સેવવા જોઈએ સદા તેઓની પાસેથી સૂક્ષ્મ સૂક્ષ્મતર સિદ્ધાંતનું રહસ્ય જાણવા યત્ન કરવો જોઈએ. મુંડમાલિકા ઉપમાન ભાવવું જોઈએ. ઘટ અને માલિકા ફૂલની માળા તેની ઉપમાથી સંસારનું સ્વરૂપ ભાવન કરવું જોઈએ. જેમ માળાને પહેરનાર પુરુષને જ્ઞાન છે કે આ માળા સવારના ધારણ કરી છે. કેટલોક કાળ પછી કરમાશે તોપણ શોક થતો નથી અને માટીનો ઘડો હજી ફૂટે તેમ નથી તેવું જ્ઞાન હોય અને અકસ્માત ફૂટે ત્યારે શોક થાય છે તેથી જગતના પદાર્થો માળાની જેમ નાશ પામનારા છે, સ્થિર નથી તેમ ભાવન કરવાને કારણે જગતના પદાર્થો પ્રત્યે મમત્વ ક્ષીણ થાય છે. તેથી નાશમાં શોક થતો નથી પરંતુ અનિત્યતાનો બોધ સ્પષ્ટ સ્પષ્ટતર થાય એ પ્રમાણે મુંડમાલિકાનું ઉપમાન ભાવવું જોઈએ. વળી અસદ્ અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ તુચ્છ અસાર બાહ્ય પદાર્થોની અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. આજ્ઞાપ્રધાન થવું જોઈએ=ભગવાનની આજ્ઞા સ્વભૂમિકાનુસાર તે તે ગુણસ્થાનકની ઉચિત ક્રિયા કરીને ઉત્તર ઉત્તરની ભૂમિકાની શક્તિના સંચયની છે તેનો યથાર્થ બોધ કરીને જીવવું જોઈએ. પ્રણિધાન કરવું જોઈએ=મારે સંસારનો ઉચ્છેદ કરવો છે, વીતરાગના વચનાનુસાર શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ સફળ કરવો છે એ પ્રકારનો સંકલ્પ કરીને જે જે ઉચિત અનુષ્ઠાન પોતે સેવે તે માત્ર કાયિક ક્રિયારૂપ ન થાય પરંતુ લક્ષને અનુરૂપ પરિણતિ પ્રગટ કરે તેવો ચિત્તનો સંકલ્પ કરવો જોઈએ. સત્ સાધુની સેવાથી પોષવું જોઈએ કરાયેલું પ્રણિધાન પોષવું જોઈએ. ઉત્તમ પુરુષો પાસે સૂક્ષ્મ સૂક્ષ્મતર તત્વનો બોધ કરીને સંસારના ઉચ્છેદનું દઢ કારણ બને એ પ્રકારે પોતાનું કરાયેલું પ્રણિધાન પુષ્ટ કરવું જોઈએ. પ્રવચનના માલિત્યનું રક્ષણ કરવું જોઈએ પોતાનાં કોઈક કૃત્યોથી ભગવાનના પ્રવચનનું માલિત્ય ન થાય તે રીતે સતત યત્ન કરવો જોઈએ. અને આ= પ્રવચનના માલિત્યનું રક્ષણ, વિધિમાં પ્રવૃત પુરુષ સંપાદન કરે છે. જે સાધુ કે શ્રાવક પોતે જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન સ્વશક્તિ પ્રમાણે વિધિને અનુરૂપ કરવામાં પ્રવૃત્ત છે તેવા લોકો સન્માર્ગનો સાચો બોધ કરાવનાર હોવાથી પ્રવચનમાલિત્યનું રક્ષણ કરે છે અને અવિધિથી પ્રવર્તનારા લોકોને વિધિના વિષયમાં ભ્રમ પેદા કરાવીને પ્રવચનનું માલિત્ય કરે છે. આથી=વિધિપ્રવૃત્ત પ્રવચનના માલિત્યનું રક્ષણ કરે છે આથી, સર્વત્ર=સર્વ અનુષ્ઠાનોમાં=નવા વ્રતો ગ્રહણ કરવામાં, સ્વીકારેલાં વ્રતોના પાલનમાં અને સર્વ જીવો સાથે ઉચિત વ્યવહાર થાય તે પ્રકારે સર્વ સ્થાનોમાં, સૂત્ર અનુસાર વિધિથી પ્રવર્તવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ=સૂક્ષ્મબુદ્ધિપૂર્વક મોહથી અવાકુળ એવા આત્માનું સ્વરૂપ કેવું છે તેનું રહસ્ય જાણવું જોઈએ, પ્રવૃત્તિમાં નિમિતોની અપેક્ષા રાખવી જોઈએ=કોઈ પણ ગુણસ્થાનકના સ્વીકારવી કે સંસારની અન્ય પ્રવૃત્તિમાં
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy