SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कदन्नं भक्षयितुमारब्धः, न पूरितमुदरं, संजातश्चित्तोद्वेगः, गतानि कतिचिदिनानि, पृष्टोऽसौ रणवीरेण चौरः, कीदृशोऽसौ पुरुषो वर्तत इति । स प्राह-देव! न कथञ्चित्तस्य बलमारोहतीति, ततः क्षपितोऽहमेवं तेन भूयांसं कालम् ।। નંદિવર્ધન અટવીને વિશે ચોરને આધીન એટલામાં ચોરો આવ્યા. તેઓ વડે તેવી સ્થિતિમાં રહેલો હું જોવાયો=ભૂમિમાં પડેલ સ્થિતિવાળો હું જોવાયો. આમના વડેકચોરો વડે, પરસ્પર કહેવાયું – અરે ! મહાકાયવાળો આ પુરુષ છે. પરફૂલમાં બહુમૂલ્ય પ્રાપ્ત થશે=અન્ય રાજ્યમાં તેને વેચવાથી ઘણું ધન મળશે. તે કારણથી ગ્રહણ કરીને સ્વસ્વામિની પાસે આને લઈ જઈએ. તે સાંભળીને મારા અંદરમાં નિમગ્ન થયેલો વૈશ્વાનર ઉલ્લસિત થયો. સ્થિત થયેલો એવો હું બેઠો. તેથી તેઓમાંથી એક વડે કહેવાયું – અરે ! આનો વિપરીત અભિપ્રાય છે અર્થાત્ આનો મારવાનો અભિપ્રાય છે. તેથી તમે શીધ્ર આને બાંધો. અન્યથા દુર્ગહ થશે અર્થાત્ ગ્રહણ કરી શકાશે નહીં. તેથી અત્યંત ગાઢ હણીને ધનુષની શાખા વડે હું નિયંત્રિત કરાયો, બે બાહુને પાછળ કરીને, ગાળો આપતા એવા મારું વન્નકુહર=મોંઢું, બાંધ્યું. ત્યારપછી હું ઊભો કરાયો. જીર્ણ વસ્ત્રો ખંડ પહેરાવ્યો. અને ગાઢ પ્રહારો આપતા ખેટિત કરાયો=દોડાવાયો. કતકપુર પ્રત્યાસન્ન ભીમનિકેતન નામની ભિલ્લાલ્લીમાં લઈ જવાયો. રણવીર પલ્લીપતિને બતાવાયો. આના વડેકરણવીર વડે, કહેવાયું – અરે ત્યાં સુધી આને પોષણ કરો જેનાથી પુષ્ટ થયેલો વેચવા માટે લઈ જવાય. ત્યારપછી જે દેવ આજ્ઞા કરે છે એ પ્રમાણે બોલતા એક ચોર વડે હું સ્વભવનમાં લઈ જવાયો. વદન છોડાયું. મુક્ત કરાયો=બંધનથી છોડાયો. હું ચકારાદિ વડે લગ્ન થયો. ચોર કુપિત થયો. દંડાદિ વડે હું હણાયો. ફક્ત મને સ્વામી વડે આ સમર્પિત કરાયો છે એ પ્રમાણે આના વડે હું મારી ત નંખાયો. કેવલ કુત્સિત ભોજન અપાયું. તેથી ભૂખથી ક્ષધિતપણું હોવાને કારણે મને દીનતા થઈ. તે જ કદg ખાવા માટે આરંભ કરાયો. પેટ ભરાયું નહીં. ચિત્તનો ઉદ્વેગ થયો. કેટલાક દિવસો ગયા. રણવીર વડે આ ચોર પુછાયો. કેવો આ પુરુષ વર્તે છે, એથી તે કહે છેઃચોર કહે છે – હે દેવ ! કોઈ રીતે તેનું બલ આરોહણ થતું નથી. ત્યારપછી આ રીતે તેના વડે ચોર વડે, ઘણો કાલ હું પસાર કરાયો. कनकपुरे बन्दीतया गमनम् अन्यदा समायातः कनकपुराच्चौराणामुपरि दण्डः, नष्टास्तस्कराः, लूषिता सा पल्ली, गृहीता बन्यो, नीताः कनकपुरं, गतोऽहमपि तन्मध्ये, दर्शिता बन्यो विभाकरनृपतेः । ततो मामवलोक्य चिन्तितमनेन-अये! किमिदमाश्चर्यम् ? यदेष पुरुषोऽस्थिचर्मशेषतया दवदग्धस्थाणुकल्पोऽपि नन्दिवर्धनकुमाराकारं धारयति, ततो निरूपितोऽहं नखाग्रेभ्यो वालाग्राणि यावत् । ततः स्थितं तस्य
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy