SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૫ વિકલ્પો કર્યા વગર અર્થાતુ આ પ્રકારે હું ક્રૂર બનીશ તો શું ફળ આવશે એ પ્રકારના વિકલ્પ કર્યા વગર તારે વડાંનું ભક્ષણ કરવું જોઈએ. જેથી તારું ક્રચિત્ત તારાં સર્વ ઇષ્ટ કાર્યોને સાધી આપશે. વસ્તુતઃ તે વૈશ્વાનર સાથે સહવર્તી બંધાયેલું પુણ્ય સહકારી હોવાથી તેનાં સર્વકાર્યો સિદ્ધ થાય છે. તેના ક્રચિત્તથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, કેવલ નંદિવર્ધન ક્લેશને પામે છે. પુણ્યશાળી હોવા છતાં લોકોને અપ્રિય બને છે. તેમાં પણ વૈશ્વાનર જ કારણ છે. ભાવિમાં નરકનું દીર્ધાયુષ્ય મળશે. તે સર્વમાં વૈશ્વાનર જ કારણ છે; છતાં અવિવેકતાને કારણે નંદિવર્ધન તે સર્વ જાણી શકતો નથી. બુદ્ધિશાળી હોવા છતાં કષાયને પરવશ મૂર્ખ જેવો જ છે. તે સર્વનું કારણ ઉત્કટ કૂરકષાયની પરિણતિ છે. पितुश्चिन्ता इतश्च तातेन सर्वत्र विश्वसनीयो नियुक्तो राजवल्लभो दारकः, यदुत-अरे विदुर! समादिष्टो मया कुमारः यथाऽनन्यमनस्केन भवता कलाग्रहणं विधेयम्, अहमपि न द्रष्टव्यः, अहमेव भवन्तमागत्य द्रक्ष्यामि । तदेवं स्थिते मम राज्यकार्यव्याकुलतया कदाचित्तत्समीपे गमनं न संपद्यते, ततो भवता प्रतिदिनं कुमारशरीरवार्ता मम संपादनीया, विदुरेणोक्तं-यदाज्ञापयति देवः । ततः संपादयता तेन तद्राजशासनं लक्षितः स सर्वोऽपि मदीयो राजदारककलाचार्यकदर्थनव्यतिकरः तथापि मनःक्षतिभयेन कियन्तमपि कालं न कथितोऽसौ ताताय, अतिभरमवलोक्य निवेदितोऽन्यदा, ततश्चिन्तितं तातेन, 'नैष विदुरस्तावदसत्यं भाषते, न चापि कुमारः प्रायेणैवंविधमाचरति, तत्किमत्र तत्त्वं भविष्यतीति न जानीमहे, यदि च कलाचार्यस्यापि कदर्थनं विधत्ते कुमारो निष्पन्नं ततः कलाग्रहणप्रयोजनम्' इति चिन्तया समुद्विग्नोऽभूत्तातश्चित्तेन । पुनश्चिन्तितमनेनेदम्-अत्र प्राप्तकालं पृच्छामि तावत्कलाचार्यमेव यथावस्थितम्, ततो निश्चित्य वृत्तान्तं तन्निवारणोपाये यत्नं करिष्यामि । પિતાની ચિંતા અને આ બાજુ=મંદિવર્ધનને કળાઅભ્યાસ માટે મૂક્યો ત્યારે બીજી બાજુ, રાજા શું કરે છે ? તે બતાવવા અર્થે કહે છે આ બાજુ, પિતા વડે સર્વત્ર વિશ્વસનીય, રાજાને પ્રિય એવો છોકરો નિયુક્ત કરાયો. કઈ રીતે નિયુક્ત કરાયો ? તે ‘દુતથી બતાવે છે. અરે વિદુર મારા વડે કુમાર=નંદિવર્ધનકુમાર, આદેશ કરાયો છે – શું આદેશ કરાયો છે ? તે “યથા'થી બતાવે છે. અનન્યમનસ્ક એવા તારા વડે અન્ય સર્વ ચિંતાનો ત્યાગ કરાયેલા એવા તારા વડે, કલાગ્રહણ કરવું જોઈએ. મને પણ મળવું જોઈએ નહીં. હું જ તારી પાસે આવીને તને જોઈશ=હું તને મળીશ, આ પ્રમાણે હોતે છતે=આ પ્રમાણે મેં કુમારને કહેલું હોતે છતે, મારા રાજયકાર્યતા વ્યાકુલપણાને કારણે ક્યારેક પણ તેના સમીપમાં ગમન થયું નથી. તેથી તારા વડે=વિશ્વસનીય એવા વિદુર વડે, પ્રતિદિન કુમારના શરીરની વાર્તા અને સંપાદન કરવી=પ્રતિદિન તેની સાથે પરિચય કરીને કઈ રીતે તે કલાભ્યાસ કરે છે ઈત્યાદિ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy