SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કથનો મને કહેવાં, વિદુર વડે કહેવાયું – દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી તે રાજાની આજ્ઞાનું સંપાદન કરતા તેના વડે સર્વ પણ મારો રાજપુત્રો અને કલાચાર્યની કદર્થનાનો વ્યતિકર જણાયો, તોપણ મતક્ષતિના ભયથી=રાજાના મનને ઉદ્વેગ થશે એ પ્રકારના ભયથી, કેટલોક પણ કાલ પિતાને આ વ્યતિકર કહેવાયો નહીં. અતિભારને અવલોકન કરીને મારી અનુચિત પ્રવૃત્તિ અતિશય થઈ રહી છે તેનું અવલોકન કરીને, અત્યદા નિવેદન કરાયું મારું અનુચિત વર્તન રાજાને નિવેદન કરાયું, તેથી પિતા વડે વિચારાયું. આ વિદુર અસત્ય બોલતો નથી જ. વળી કુમાર પ્રાયઃ આવા પ્રકારનું આચરણ કરે નહીં. તે કારણથી=વિદુરનું વચન મૃષા સંભવે નહીં અને કુમાર આવું કરે નહીં તેવું રાજાને ભાસવાથી, અહીં કુમારના વિષયમાં શું તત્વ થશે ? શું પરિણામ આવશે ? એ હું જાણતો નથી. અને જો કલાચાર્યની પણ કદર્થનાને કુમાર કરે છે, તો કલાગ્રહણનું પ્રયોજન નિષ્પન્ન છેઃનિષ્ફળ છે. એ પ્રકારની ચિંતાથી તાત=પિતા, ચિત્તથી ઉદ્વિગ્ન થયા. ફરી આવા વડે રાજા વડે, આ વિચારાયું. અહીં કુમારના વિષયમાં, પ્રાપ્તકાલ છે=આ પ્રસંગમાં શું કરવા જેવું છે એ રૂપ પ્રાપ્તકાલ છે, કલાચાર્યને જ યથાવસ્થિત હું પૂછું, તેથી વૃત્તાંતનો નિર્ણય કરીને કુમારના પ્રસંગનો નિર્ણય કરીને, તેના નિવારણના ઉપાયમાં હું યત્ન કરીશ. નીવાર્યસ્થ નિવેદનમ્ ततः प्रेषितस्तदाकारणाय सबहुमानं विदुरः, समागतः कलाचार्यः, अभ्युत्थितस्तातेन, दापितमासनं, विहिता परिचर्या ततस्तदनुज्ञातविष्टरोपविष्टेन तातेनाभिहितं-आर्य बुद्धिसमुद्र! अपि समुत्सर्पति कलाग्रहणं कुमाराणाम्, तेनाभिहितं-देव! बाढमुत्सर्पति युष्मदनुभावेन, तातेनाभिहितं-किं परिणताः काश्चिन्नन्दिवर्द्धनकुमारस्य कलाः? कलाचार्येणाभिहितं-सुष्ठु परिणताः, देव! निष्पन्न एव कलासु नन्दिवर्द्धनकुमारः, तथाहि-स्वीकृतमनेन समस्तमपि लिपिज्ञानं, स्वयंपृष्टमिव गणितं, उत्पादितमिवात्मना व्याकरणं, क्षेत्रीभूतमस्य ज्योतिषं, सात्मीभूतमष्टाङ्गमहानिमित्तं, व्याख्यातमन्येभ्यश्छन्दोऽनेन, अभ्यस्तं नृत्तं, शिक्षितं गेयं, प्रणयिनीवास्य हस्तशिक्षा, वयस्य इव धनुर्वेदः, मित्रमिव वैद्यकं, निर्देशकारीव धातुवादः, अनुचराणीव नरलक्षणादीनि, आधेयविक्रेयाणि पत्रच्छेद्यादीनि, किम्बहुना? नास्ति सा काचित् कला या कुमारमासाद्य न प्राप्ता परां काष्ठामिति । કલાચાર્યને નિવેદન તેથી=આ પ્રમાણે રાજાએ વિચાર કર્યો તેથી, તેને સબહુમાન બોલાવવા માટે કલાચાર્યને આદરપૂર્વક બોલાવવા માટે, વિદુર મોકલાવાયો. કલાચાર્ય આવ્યા, પિતા વડે અભ્યસ્થાન કરાયું=ઊભા થઈને કલાચાર્યનો સત્કાર કરાયો, આસન અપાયું, પરિચર્યા પુછાઈ, ત્યારપછી તેના વડે અનુજ્ઞાત આસન ઉપર બેઠેલા પિતા વડે કલાચાર્ય વડે અનુજ્ઞા અપાયેલા આસન ઉપર બેઠેલા પિતા વડે, કહેવાયું, તે આર્ય બુદ્ધિસમુદ્ર ! કુમારોનું કલાગ્રહણ સારી રીતે થાય છે ? તેના વડે કહેવાયું–કલાચાર્ય વડે
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy