SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ - નંદિવર્ધનકુમાર આઠ વર્ષનો થયો ત્યારે વિદ્યાભ્યાસ માટે રાજાએ તેને કલાચાર્ય પાસે કલા ગ્રહણ કરવા માટે સુપ્રત કર્યો અને તેનો પુણ્યોદય તીવ્ર હોવાથી તે સર્વ કલાઓ સહજ ભણી લે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કલાને અનુકૂળ ક્ષયોપશમભાવરૂપ પુણ્યપ્રકૃતિઓ પણ ઘણી હતી, કળાઅભ્યાસને અનુકૂળ સામગ્રી મળે તેવું પુણ્ય પણ પ્રકર્ષવાળું, તેથી અલ્પકાળમાં જ તે કળામાં નિપુણ બને છે. આ પ્રકારના ફલ પ્રત્યે હાથીના ભવમાં કરાયેલ તત્ત્વ તરફ જનારી મધ્યસ્થ પરિણતિ જ કારણ છે, જેનાથી કલાઓને અનુકૂળ ક્ષયોપશમ ભાવ પણ ઉત્કટ મળે, કળાને અનુકૂળ સામગ્રી પણ વિપુલ પ્રમાણમાં મળે, રાજકુળાદિની સામગ્રી પણ પુણ્યથી જ પ્રાપ્ત થઈ, છતાં અનાદિકાળથી કષાયોની સાથે ચિરપરિચિત હોવાને કારણે અને અનાદિકાળથી અવ્યક્ત રૂપે પોતાની પાસે હોવા છતાં વર્તમાનના ભવમાં વિવેક આપાદક ક્ષયોપશમનાં બાધક કર્મો પ્રચુર હતાં જેથી મૂઢતાને કારણે તેને વૈશ્વાનર સાથે અત્યંત પ્રીતિ થઈ. તેથી, પ્રચંડ ક્રોધી સ્વભાવને કારણે સહવર્તી સર્વ ભણનારા રાજકુમારો વગેરેને પોતાના ક્રોધી સ્વભાવને કારણે તે હંમેશાં તાડન વગેરે કરતો હતો, સર્વસાથે અનુચિત વર્તન કરતો હતો, અને મૂઢતા અત્યંત હોવાને કારણે અત્યંત અવિવેકનો પરિણામ સ્થિર-સ્થિરતર વર્તતો હતો, તેથી કળામાં નિપુણ હોવા છતાં મારા ક્રોધી સ્વભાવથી સર્વ કાર્યો થાય છે તે પ્રકારે વિપરીત જોવાની બુદ્ધિ વર્તતી હતી. વસ્તુતઃ નિપુણપ્રજ્ઞાથી વિચારે તો પોતાનું તથા પ્રકારનું પુણ્ય જ સર્વત્ર પોતાના પ્રયત્નને સફળ કરે છે તે સર્વ પરમાર્થને જોવા માટે નંદિવર્ધનની પ્રજ્ઞા કુંઠિત હતી. તેથી, પરમશત્રુભૂત એવો વૈશ્વાનર જ તેને પરમમિત્ર જણાય છે. અને નંદિવર્ધનને ક્રોધ અત્યંત પ્રિય છે તેવું જણાવાથી તે વૈશ્વાનર કૂરચિત્ત કરે તેવાં વડાં તેને આપે છે. જે કૂરચિત્ત વૈશ્વાનરના વીર્યથી જ બનેલા જીવના પરિણામરૂપ છે; કેમ કે ક્રોધ સ્વભાવ જ જ્યારે ઉત્કર્ષવાળો થાય છે ત્યારે તે જીવમાં ક્રચિત્ત ઉત્પન્ન થાય છે. વળી, ક્રચિત્ત કરે તેવાં વડાં વૈશ્વાનરે આપીને કહ્યું કે આનાથી તારા વીર્યનો ઉત્કર્ષ થશે અને દીર્ઘઆયુષ્યની પ્રાપ્તિ થશે. તે વખતે કક્ષાંતરમાં લઘુધ્વનિથી કોઈકે કહ્યું કે વૈશ્વાનરને અભિમત એવા નરકસ્થાનમાં આનું અવશ્ય ગમન થશે. એમાં સંદેહ નથી. આ કથન નંદિવર્ધનને સંભળાયું નહીં અને વૈશ્વાનરને સંભળાયું. તેથી એ પ્રાપ્ત થાય કે જીવની અંદર કંઈક સૂક્ષ્મ પણ માર્ગાનુસારી પ્રજ્ઞા પડી છે જેના કારણે નંદિવર્ધનના જીવે હાથીના ભાવમાં મધ્યસ્થભાવ કરેલો જે માર્ગાનુસારી ક્ષયોપશમ સ્વરૂપ હતો. તેથી જ કંઈક ચેતના નંદિવર્ધનને મંદધ્વનિથી કહે છે કે આ વડાં ખાવાથી નરકનું દીર્ઘઆયુષ્ય મળશે; કેમ કે તે પ્રકારની માર્ગાનુસારી બુદ્ધિ અત્યંત મંદ હોવાથી તે વચનો નંદિવર્ધનના હૈયાને સ્પર્શે તેટલા પ્રમાણમાં વ્યક્ત થતાં નથી અને મંદ મંદ વ્યક્ત થાય છે. અને તેના ક્રોધના પરિણામને ખબર પડે છે કે મારે શત્રુ એવા નંદિવર્ધનને નરકમાં મોકલવો હોય તો આ વડાં જે ઉપાય છે. અને તે મંદવચન સાંભળીને તે વૈશ્વાનર તોષ પામે છે; કેમ કે તેને ખાત્રી થાય છે કે આ રીતે જો આ નંદિવર્ધન કૂરચિત્ત કરશે તો અવશ્ય મને જે ઇષ્ટ છે તે પ્રાપ્ત થશે; કેમ કે કષાયોને તે જ ઇષ્ટ છે કે જીવને દુર્ગતિઓમાં લઈ જઈને અત્યંત દુ:ખી કરવું અને નંદિવર્ધન તે કષાયરૂપ શત્રુને મિત્રરૂપે જોનાર હોવાથી વિશેષથી વૈશ્વાનરને પોતાનો સમર્પણભાવ બતાવે છે. જેથી કષાય તેને પ્રેરણા કરે છે કે જ્યારે જ્યારે હું તને સંજ્ઞા કરું ત્યારે ત્યારે
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy