SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ છે જે વૈશ્વાનર સ્વરૂપ છે, તેથી રાજપુત્ર તરીકે જમ્યા પછી બાલ્યકાળથી જ ક્રોધી સ્વભાવને કારણે તેના આત્મામાં જે જે ભાવો થાય છે તે સર્વ ભાવો તેનામાં પ્રગટ થયેલ વૈશ્વાનરના શરીરના અવયવો તરીકે પ્રસ્તુતમાં બતાવેલ છે. જેમ ક્રોધી સ્વભાવવાળા જીવો બધા સાથે વૈર અને કલહ ઉત્પન્ન કરે છે તેથી નંદિવર્ધનના આત્મામાં જેમ અવિવેકતાનો પરિણામ પ્રગટ થયો, વૈશ્વાનરનો પરિણામ પ્રગટ થયો, તેમ તેના અંગભૂત બધા સાથે વૈર અને કલહ કરવાનો પરિણામ પ્રગટ થયો. વળી, ક્રોધી સ્વભાવને કારણે બધા પ્રત્યે ઈર્ષ્યા અને અસૂયાનો પરિણામ પ્રગટ થયો; કેમ કે ક્રોધી સ્વભાવવાળા જીવો બીજા પ્રત્યે ઈર્ષ્યા પણ કરે છે અને અસૂયાને કરે છે. તેથી અવિવેકતાને કારણે નંદિવર્ધનમાં ઈર્ષ્યા અને અસૂયાનો પરિણામ પ્રગટ થયો જે વૈશ્વાનરના અંગભૂત જ છે. વળી, અનુશય અને અનુપશમ નામના બે પરિણામો પ્રગટ થયા. અર્થાત્ બીજા જીવો પ્રત્યે નિર્દયભાવ અને ક્રોધનો અનુપશમનો પરિણામ તેને પ્રગટ થયો; કેમ કે તીવ્ર ક્રોધીઓને બીજા પ્રત્યે દયા આવતી નથી અને તેઓમાં પ્રગટ થયેલો ક્રોધ પ્રાયઃ જલ્દી ઉપશમ પામતો નથી. વળી, તેનામાં પશુન્ય નામનો પરિણામ પ્રગટ થયો. ક્રોધી સ્વભાવવાળા જીવો બીજાનું ખરાબ કહેવામાં રસ ધરાવનારા હોય છે તેથી બીજાની ચાડી ખાવાનો પરિણામ પ્રગટ થયો. વળી, ક્રોધી સ્વભાવવાળા જીવો પરના મર્મોને પ્રગટ કરીને તેનું ખરાબ બતાવવાની વૃત્તિવાળા હોય છે તેથી નંદિવર્ધનમાં પણ ક્રોધી સ્વભાવના કારણે પરના મર્મના ઉદ્ઘટ્ટનો પરિણામ પ્રગટ થયો. વળી, ક્રોધી સ્વભાવવાળા જીવોને બીજા જીવો પ્રત્યે ખાર મત્સરનો ભાવ થાય છે તેથી વૈશ્વાનરના અવયવ રૂપે નંદિવર્ધનમાં પણ ખાર અને મત્સરના પરિણામો પ્રગટ થયા. વળી, ક્રોધી જીવોમાં ક્રૂરતા પ્રગટ થાય છે. તેમ નંદિવર્ધનમાં પણ ક્રૂરતા પ્રગટ થઈ. વળી, ક્રોધી જીવો અસભ્યભાષણ વગેરે કરનારા હોય છે તેમ નંદિવર્ધનમાં પણ અસભ્યભાષણ આદિના ભાવો પ્રગટ થયા. વળી, ચંડત્વ અને અસહનત્વ નામના પરિણામો પણ ક્રોધને કારણે પ્રગટ થયા. વળી, ક્રોધી જીવોમાં અહંકારનો તામસભાવ વર્તે છે તેથી કાર્યકારણનો વિચાર કરી શકતા નથી. તેમ નંદિવર્ધનમાં પણ તામસ ભાવ પ્રગટ થયો. વળી, ક્રોધી જીવોમાં રૌદ્રત અને નૃશંસપણું હોય છે. તેમ નંદિવર્ધનમાં પણ રૌદ્રત્વ અને નૃશંસપણું પ્રગટ થયું. વળી, વૈશ્વાનર શબ્દ અગ્નિનો વાચક છે તેમ નંદિવર્ધનનો ક્રોધ પણ અગ્નિની જ્વાળા જેવો બધાને સંતાપ કરનારો હતો. આ સર્વ ભાવો ક્રોધના અંગભૂત છે અને તે સર્વ ભાવો અવિવેકને કારણે જ આત્મામાં પ્રગટ થાય છે અને અનાદિકાળથી નંદિવર્ધનનો જીવ અસંવ્યવહારનગરમાં હતો ત્યારે પણ તેનામાં અવિવેક વર્તતો હતો તેથી આ વૈશ્વાનરનો પરિણામ પણ તેનામાં વિદ્યમાન હતો. અસંવ્યવહારનગરમાં કે એકેન્દ્રિય આદિ ભવોમાં ચેતના ઘણી આવૃત્ત હોવાથી તે ભાવો તે ભવને કારણે અત્યંત અવ્યક્ત હતા તોપણ જે ચેતના હતી તે અવિવેકયુક્ત અને વૈશ્વાનરયુક્ત જ હતી. અને વર્તમાન ભવમાં પંચેન્દ્રિયપણું મળવાના કારણે અને મનુષ્યપણું મળવાને કારણે ચેતના ઘણી વ્યક્ત થઈ. તેથી તેની સાથે અવિવેકતા, વૈશ્વાનર અને તેના અંગભૂત સર્વ ભાવો અભિવ્યક્ત થયા. અહીં વિશેષ એ છે કે ભગવાનના વચનાનુસાર ચાલનારા શ્રાવકો અને સાધુઓનો પણ સર્વથા અવિવેક નાશ પામ્યો નથી કે સર્વથા વૈશ્વાનર કે તેના ભાવો નાશ પામ્યા નથી. તોપણ તેઓને જે જે અંશથી સદાગમનું વચન સમ્યફ પરિણામ પામેલું છે તે તે અંશથી તેઓના અવિવેક ક્ષીણ થાય છે અને
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy