SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના વિવેક પ્રગટે છે, તેના કારણે વૈશ્વાનર અને તેના અંગભૂત ભાવો પણ ક્ષણ-ક્ષીણતર થાય છે તેથી ચેતના ઘણી અનાવૃત્ત હોવાથી તે ભાવો-વૈશ્વાનરાદિ ભાવો, વગરની નિર્મળ ચેતના તેટલા અંશમાં સુસાધુમાં અને શ્રાવકમાં પ્રગટ થાય છે ત્યારે અવિવેકતા, વૈશ્વાનર અને અંગભૂત ભાવો સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે. જ્યારે એકેન્દ્રિય કે અન્ય ભવોમાં અવિવેકતા, વૈશ્વાનર આદિ ભાવો વ્યક્ત થયા નથી. પરંતુ ચેતના આવૃત્ત હોવાને કારણે અવ્યક્ત છે તેથી એકેન્દ્રિય આદિ જીવોની જે કોઈ ચેતના છે તે અવિવેક આદિ ભાવોથી આક્રાંત હોય છે અને નંદિવર્ધનની ચેતના પંચેન્દ્રિય મનુષ્યભવને કારણે ઘણી પ્રગટ થઈ તેથી તે અવિવેક આદિ ભાવો પણ તે ચેતનાના અનુસાર પ્રચુરપણામાં પ્રગટ થયા. જ્યારે સદાગમથી આત્માને વાસિત કરનારા શ્રાવકો અને સુસાધુઓ અવિવેકતાનો નાશ કરીને તે સર્વ ભાવોને ક્ષીણ-ક્ષીણતર કરવા યત્ન કરે છે, છતાં નિમિત્તને પામીને તેઓના પણ ક્યારેક કોઈ ભાવ અભિવ્યક્ત થાય છે ત્યારે તેઓ પણ તેટલા અંશથી માર્ગગમનમાં સ્કૂલના પામે છે અને ક્વચિત્ વિશેષ સ્કૂલના થાય તો તિર્યચઆદિ ગતિને પણ પ્રાપ્ત કરે છે, જેમ ચંડકૌશિકનો જીવ ગોભદ્રના ભવમાં સાધુ હોવા છતાં ક્રોધને વશ ચંડકૌશિકના ભવને પણ પામ્યો. ततो लक्षितस्तेन मदीयो भावः-अये ! करोत्येष ममोपरि राजपुत्रः प्रीतिं, तदेनमुपसर्पामि । ततः समागतो निकटे, समालिङ्गितोऽहं, दर्शितः स्नेहभावः, प्ररूढश्चावयोः प्रणयः, लग्ना मैत्री, ततो यत्र यत्र क्वचिदहं संचरामि गृहे बहिश्च तत्र तत्र नासौ क्षणमपि मुञ्चतीति । ततो रुष्टो निजचित्तमध्ये ममोपरि पुण्योदयो वैश्वानरेण सह मैत्रीकरणेन, चिन्तितं च तेन-अये ! मम रिपुरेष वैश्वानरः, तथाप्येवमविशेषज्ञोऽयं नन्दिवर्द्धनो, येन मामनुरक्तमवधीर्यानेन समस्तदोषराशिरूपेणात्मनोऽपि परमार्थवैरिणा सह मैत्री करोति, अथवा किमत्राश्चर्यम् ? न लक्षयन्त्येव मूढाः पापमित्रस्वरूपं, नावबुध्यन्ते तत्सङ्गते१रन्ततां, न बहुमन्यन्ते तत्सङ्गनिवारकं सदुपदेष्टारं, परित्यजन्ति तत्कृते सन्मित्राणि, प्रतिपद्यन्ते तद्वशेन कुमार्गम् । ते हि यदि परं धावन्तोऽन्धा इव कुड्यादौ गाढं स्फोटलाभेन पापमित्रसङ्गानिवर्तन्ते न परोपदेशेनेति । मूढश्चायं नन्दिवर्द्धनकुमारो, योऽनेनापि सह साङ्गत्यं विधत्ते, तत्किं ममाऽनेन निवारितेन? निर्दिष्टश्चाहमस्य भवितव्यतया सहचरत्वेन, आवर्जितश्चाहमनेन करिरूपतायां वर्तमानेन वेदनासमुद्घातेऽपि निश्चलतया माध्यस्थ्यभावनया, तस्मादेव नन्दिवर्द्धनकुमारः पापमित्रसङ्गतिपरोऽपि नाकाण्ड एव मम तावन्मोक्तुं युक्त इति पालोच्यासौ पुण्योदयो रुष्टोऽपि मम पार्श्वे तदा प्रच्छन्नरूपतया सदा तिष्ठत्येव, जाताश्चान्येऽपि बहिरगा मम बहवो वयस्याः । તેથી=નંદિવર્ધનને વૈશ્વાનર પ્રત્યે હિતકારીની બુદ્ધિ થઈ તેથી, તેના વડે=વૈશ્વાનર વડે, મારો ભાવ જણાયો=અનુસુંદર ચક્રવર્તીના જીવ એવા નંદિવર્ધનનો ભાવ જણાયો, કેવો ભાવ થયો? તે સ્પષ્ટ કરે છે, ખરેખર આ રાજપુત્ર મારા ઉપર પ્રીતિ કરે છે. તે કારણથી આની પાસે હું જઉં તેથી નિકટમાં આવ્યો=વૈશ્વાનર નંદિવર્ધનના નિકટમાં આવ્યો, હું એનાથી સમાલિંગિત થયો–વૈધ્વાનરથી આલિંગન
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy