SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ધારણ કરતો, અનુશયન અને અનુઉપશમ નામના બે વિષમ પ્રતિષ્ઠિત બે ઉને વહન કરતો, પશુન્ય સંજ્ઞક એક પાર્શ્વ ઉન્નત કટિતટને ધારણ કરતો, પરના મર્મના ઉદ્ઘટ્ટન નામના વક્ત વિષમ એવા લાંબા ઉદરને બતાવતો, અંતસ્તાપ નામના અતિસંકટ ઉરઃસ્થલથી સહિત, ક્ષારમસરસંજ્ઞાવાળી વિષમ ટૂંકી બે બાજુથી યુકત, શૂરપણા રૂપ વક્ર અને સુદીર્ઘ શિરોધરાથી શોભતો, અસભ્યભાષણ આદિરૂપ અને દાંતનો છદ=હોઠ રહિત, વિરલ વિરલ એવા મોટા દાંતોથી વિડંબના પામતો, ચંડત્વ અને અસહતત્વ નામના શુષિરમાત્ર રૂપ=છિદ્ર માત્રરૂપ, બે કર્મોથી વિગોપ્યમાન=વિડંબના પામતો, તામસભાવ સંજ્ઞારૂપ સ્થાનમાત્રથી જણાતી અતિચિપટનાસિકાથી ઉપહાસનું સ્થાન રૌદ્રત્વ અને નૃશંસત્વ સંજ્ઞાથી અતિરિક્તપણારૂપે=દેહથી અતિરિક્તપણારૂપે, ચણોઠી જેવા વર્તુલ આકારવાળાં બે લોચનોથી ભાતુરતાને ધારણ કરતો, અનાર્ય આચરણ સંજ્ઞક મોટા ત્રિકોણ મસ્તક વડે વિડંબના કરાતો, પરોપતાપ સંજ્ઞાવાળા અતિ પિંગલપણાને કારણે વાલાના સમૂહ જેવા કેશભાર વડે વૈશ્વાનરતાને યથાર્થ કરતો, મારી સાથે આ વૈશ્ચાતર નામનો બ્રાહ્મણપુત્ર જોવાયો. वैश्वानरमैत्रीदर्शनेन पुण्योदयस्य चिन्ता ततोऽनादिपरिचयादाविर्भूतो मम तस्योपरि स्नेहः, गृहीतो मित्रबुद्ध्या, न लक्षिता परमार्थशत्रुरूपता अविवेकितापुत्रोऽयमिति संपन्नाऽस्योपरि गाढमन्तरङ्गपरिजनतया हितकारी ममायमिति बुद्धिः । સંસારીજીવની વૈશ્વાનર સાથે મૈત્રી જોવાથી પુણ્યોદયની ચિંતા તેથી અનાદિ પરિચયને કારણે સંવ્યવહારરાશિમાં પણ અવ્યક્ત રૂપે તેની સાથે પરિચય હોવાને કારણે મને તેના ઉપર સ્નેહ ઉત્પન્ન થયો. મિત્રબુદ્ધિથી ગ્રહણ કરાયો. પરમાર્થશત્રુરૂપતા જણાઈ નહીં=મારા વડે જણાઈ નહીં. અવિવેકતાનો આ પુત્ર છે એથી આના ઉપર=વૈશ્વાનર ઉપર, અંતરંગ પરિજનપણાને કારણે આ મારો હિતકારી છે એ પ્રકારની ગાઢબુદ્ધિ થઈ. ભાવાર્થ - હાથીના ભવ પછી સંસારી જીવ મનુષ્યગતિમાં જયસ્થલ નામના નગરમાં રાજપુત્ર થાય છે તે વખતે તેની સાથે પુણ્યોદય મિત્ર આવ્યો છે તેથી રાજકુમાર તરીકે તેનો જન્મ મહોત્સવ થાય છે. રાજા વગેરે સર્વ જીવોને તેના પ્રત્યે પ્રીતિ થાય છે તે સર્વનું કારણ હાથીના ભવમાં શુભ અધ્યવસાયથી બાંધેલ પુણ્ય હતું. તેના કારણે વર્તમાનના ભવમાં મનુષ્યરૂપે રાજ કુળમાં જન્મે છે. વળી, તેની સાથે જેમ બહિરંગ માતા-પિતા વગેરે પરિવાર છે, તેમ અંતરંગ પરિવાર પણ છે, તેમાં અવિવેકતા નામની તેની ધાત્રી છે, એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે જીવને વિપર્યાસ વર્તે છે, ત્યારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આત્માનું હિત શું છે તે વિષે નંદિવર્ધનને વિવેક નથી, તેથી તેનામાં રહેલ અવિવેકારૂપ જે પરિણામ છે તે જ તેનું પાલન કરનાર ધાત્રી છે અને તેને વૈશ્વાનર નામનો પુત્ર થયો એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે વૈશ્વાનર શબ્દ અગ્નિનો વાચક છે અને નંદિવર્ધનના અંતરંગ પરિવારમાં અવિવેકતાને કારણે તીવ્ર ક્રોધનો પરિણામ થયો
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy