SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ નગરમાં અંતરંગ રાજા છે=જીવો ઉપર પોતાનું અનુશાસન ચલાવે તેવો અંતરંગ રાજા છે, વળી, શત્રુમર્દન બહિરંગ રાજા છે=તે દેશની વ્યવસ્થા થાય તે રીતે રાજ્ય ચલાવે તેવો બહિરંગ રાજા છે. તે કારણથી વિરોધ નથી. જે કારણથી બહિરંગ જ એવા રાજાઓની દશાપરાધ પ્રભવિષ્ણુતા બહિરંગનગરોમાં છે, ઈતર રાજાઓનું નહિ=અંતરંગ રાજાઓની બહિરંગનગરોમાં દશાપરાધ પ્રભવિષ્ણુતા નથી, હિં=જે કારણથી, તેઓ અંતરંગ રાજાઓ, કેવલ લોકોના સુંદર-અસુંદર પ્રયોજનને પ્રચ્છન્નરૂપવાળા છતાં જ સ્વવીર્યથી તિવર્તન કરે છે, તે આ પ્રમાણે – કર્મવિલાસની પ્રતિકૂળતાજનિત બાલતો આ સર્વ પણ અનર્થ પરમાર્થથી પ્રાપ્ત થયો છે=ણૂલદૃષ્ટિથી બાલના સ્પર્શનને વશ તે તે પ્રકારના કૃત્યથી જનિત સર્વ આ અનર્થ હોવા છતાં પરમાર્થથી બાલનાં જે અંતરંગ કર્યો છે તે રૂપ કર્મવિલાસરાજા, તેની પ્રતિકૂળતાથી જનિત બાલને સર્વ અનર્થોની પ્રાપ્તિ થઈ છે. તેથી =વિદુરે નંદિવર્ધનને ખુલાસો કર્યો તેથી, મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું, હવે મારો સંદેહ દૂર થયો. એક જ નગરમાં શત્રુમર્દન અને કર્મવિલાસ બે રાજા કઈ રીતે સંભવે છે? એ પ્રકારનો મારો સંદેહ દૂર થયો. આગળમાં કથન કર=નંદિવર્ધન વિદુરને કહે છે આગળનું કથન કર. વિદુર વડે કહેવાયું – ત્યારપછી ફાંસો તૂટી જવાથી ભૂમિ ઉપર પડેલો બાલ, ચેતતા પ્રાપ્ત કર્યા પછી ઘરને અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો ત્યારપછી, રાત્રિનો એક પ્રહર અતિક્રાંત થયે છતે મુશ્કેલીથી બાલ પોતાના ઘરે પહોંચ્યો. मध्यमबुद्धेश्चिन्तनम् इतश्चाकर्णितः प्रभात एव तदीयवृत्तान्तो मध्यमबुद्धिना, ततो बालस्नेहलेशस्यानुवर्तमानतया संजातो मनाग् विषादः । चिन्तितमनेन-हा किमीदृशं संपन्नं बालस्य? इति, पुनः पर्यालोचयतः प्रादुर्भूतोऽस्य मनसि प्रमोदः । चिन्तितमनेन-पश्यत! अहो मनीषिवचनकरणाकरणयोरिह लोक एवान्तरं, तथाहि-तदुपदेशवर्तिनो मेऽधुना न संपन्नः क्लेशः, नोदीर्णमयशः, पूर्वं पुनर्विपरीतचारिणो द्वयमप्यासीत्, बालस्य पुनरेकान्ततो मनीषिवचनविपरीताचरणनिरतस्य यत्संपद्यते दुःखसंघातो, विजृम्भते जगत्ययशःपटहः, संजायते मरणं, तत्र किमाश्चर्यम् ? तदस्ति ममापि काचिद् धन्यता, यया मनीषिवचने बहुमानः संपन्न इति । મધ્યમબુદ્ધિનું ચિંતન અને આ બાજુ મધ્યમબુદ્ધિ વડે પ્રભાતમાં તેનો વૃત્તાંત=બાલનો વૃતાંત, સાંભળ્યો, તેથી બાલના સ્નેહના લેશના અનુવર્તમાનપણાને કારણે થોડો વિષાદ થયો. આના દ્વારા વિચારાયું–મધ્યમબુદ્ધિ વડે વિચારાયું, ખેદની વાત છે કે કેમ આવા પ્રકારનું બાલને પ્રાપ્ત થયું? વળી, વિચાર કરતા એવા આના મનમાં-મધ્યમબુદ્ધિના મનમાં, પ્રમોદ ઉત્પન્ન થયો. કેમ પ્રમોદ ઉત્પન્ન થયો ? તેથી કહે છે, આતા દ્વારા=મધ્યમબુદ્ધિ દ્વારા, વિચારાયું. અહો ! આશ્ચર્ય છે કે મનીષીના વચનના કરણ અને અકરણનો અંતર=ભેદ, આ લોકમાં જ જુઓ. અર્થાત્ અંતર સ્પષ્ટ દેખાય છે. તે આ પ્રમાણે – તેના
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy