SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અતિ પાપો કરીને તે પ્રકારનાં દુષ્ટકર્મોને ઉદયમાં લાવે છે, જેથી રાજાને જોઈને ભયભીત થવાનો પ્રસંગ તેને પ્રાપ્ત થાય છે. વળી, તેનાં અશુભ કર્મોની હારમાળા તેના ફલને આપવા સન્મુખ હોવાથી બાલ ભયભીત થાય છે. જો અકુશલકર્મો ફળ આપવાને સન્મુખ ન હોય તો અકાર્ય કરનારા જીવો પણ નિર્ભય થઈને ફરે છે, પરંતુ બાલનાં અકુશલકર્મોની હારમાળા વિપાકમાં આવી છે તેથી બાલ ભયભીત થાય છે. વળી, સ્પર્શેન્દ્રિય પોતાનો વિપાક બતાવવામાં પટુ હોવાથી મૂઢની જેમ બાલ રાજાની શયામાં સૂતો તેથી ભયભીત થયેલો ઘૂજતા શરીરવાળો બાલ ભૂમિ ઉપર પડે છે. આ રીતે અંતરંગ કારણો અને બહિરંગ કારણો બાલની ભયભીત અવસ્થામાં કઈ રીતે કાર્ય કરે છે તેના દ્વારા બુદ્ધિમાન પુરુષ સર્વત્ર થતા કાર્યમાં બહિરંગ કારણો કઈ રીતે કાર્ય પ્રત્યે કારણ છે અને અંતરંગ કારણો કઈ રીતે કારણ છે, તેનો યથાર્થ બોધ કરે છે. વળી, બાલને જે અનર્થની પરંપરા પ્રાપ્ત થઈ તે સર્વમાં તેની અકુશલકર્મોની હારમાળા મુખ્યરૂપે કારણ છે. આમ છતાં તેની તેવી ભવિતવ્યતા વિશેષ હતી જેથી ફાંસીએ ચઢાવેલો પણ બાલ મરાયો નહીં અને કોઈક રીતે દુ:ખી દુ:ખી થતો સ્વઘરે આવે છે. अगृहीतसङ्केतायाः संदेहः अत्रान्तरे अगृहीतसङ्केतयोक्तं-हे संसारिजीव! तत्र क्षितिप्रतिष्ठितपुरे प्रथमं भवता वीर्यनिधानभूतः कर्मविलासो नाम राजा निवेदितः, अधुना दशापराधप्रभविष्णुरेष शत्रुमर्दनो निवेद्यते, तत्कथमेतदिति? संसारिजीवेनाभिहितं-मुग्धे! मयापि नन्दिवर्द्धनेन सता पृष्ट एवेदं विदुरः, ततो विदुरेणाभिहितंकुमार! कर्मविलासस्तत्रान्तरङ्गो राजा, शत्रुमर्दनस्तु बहिरङ्गः, तेन नास्ति विरोध, यतो बहिरगाणामेव राज्ञां दशापराधप्रभविष्णुता भवति बहिरङ्गनगरेषु, नेतरेषां, ते हि केवलं सुन्दरासुन्दरप्रयोजनानि जनानां प्रच्छन्नरूपा एव सन्तः स्ववीर्येण निवर्तयन्ति, तथाहि-कर्मविलासप्रतिकूलताजनितोऽयं बालस्य परमार्थतः सर्वोऽप्यनर्थः संपन्न इति । ततो मयाऽभिहितं-अपगतोऽधुना मे सन्देहः, अग्रतः कथय, विदुरेणाभिहितं-ततः कृच्छ्रेणातिक्रान्ते याममात्रे रजन्याः प्राप्तः स्वसदनं बालः ।। અગૃહીતસંકેતાનો સંદેહ અત્રાન્તરમાં=અનુસુંદર ચક્રવર્તી પોતાના નંદિવર્ધનભવનું વર્ણન કરે છે ત્યારે વિદુર દ્વારા બાલાદિની વાર્તા કરાય છે તે કથનમાં અગૃહીતસંકેતા વડે કહેવાયું અનુસુંદર ચક્રવર્તીરૂપ સંસારી જીવને કહેવાયું. હે સંસારી જીવ ! તે ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાં પ્રથમ તારા વડે વીર્યના વિધાનભૂત કર્મવિલાસ નામનો રાજા નિવેદન કરાયો. હમણાં દશાના અપરાધમાં સમર્થ એવો આ શત્રુમદત નિવેદન કરાય છે. તે આ કેવી રીતે છે?=એક જ નગરમાં કર્મવિલાસ નામનો રાજા અને તેના બાલાદિ પુત્રો છે તેમ કહ્યા પછી તે જ વગરનો રાજા શત્રુમન છે એમ જે નિવેદન કરાય છે એ કેવી રીતે સંગત થાય ? સંસારી જીવ વડે કહેવાયું – હેમુગ્ધ ! મારા વડે પણ નંદિવર્ધત છતાં આ તે જે પ્રશ્ન કર્યો એ, વિદુર પૂછાયો. તેથી=નંદિવર્ધન વડે વિદુર પુછાયો તેથી, વિદુર વડે કહેવાયું – હે કુમાર – કર્મવિલાસ ત્યાં-
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy