SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૬૭ किमीदृक संपन्नं बालस्य? हा न युक्तमिदं, यदि वा कथितमिदं मया प्रागेवास्य यथा न सुन्दरोऽनेन स्पर्शनेन पापमित्रेण सार्द्ध संबन्धः, तज्जनितेयमस्यानर्थपरम्परा, तथाहि-हेतुरसावनार्यकार्यसङ्कल्पस्य, अनार्यकार्यसङ्कल्पे वर्तमानाः प्राणिनः संक्लिष्टतया चित्तस्य, प्रबलतया पापोदयस्याप्राप्ताभिप्रेतार्था एव बडिशग्रहणप्रवृत्ता इव मत्स्यका निपतन्त्यापद्गहने, लभन्ते मरणम् । न खल्वनुपायतोऽर्थसिद्धिः, अनुपायश्चानार्यकार्यसङ्कल्पः सुखलाभानाम्, स हि क्रियमाणो धैर्य ध्वंसयति, विवेकं नाशयति, चित्तं मलिनयति, चिरन्तनपापान्युदीरयति, ततः प्राणिनं समस्तानर्थसाथै योजयति, ततः कुतोऽनार्यसङ्कल्पात् सुखलाभगन्धोऽपीति । तस्मादिदं सर्वं सुदुश्चरितविलसितं बालस्य, योऽयं मद्वचनं न विधत्ते किमत्र भवतः परिदेवितेनेति । बालः प्राह-मनीषिन्! अलमनेनाऽसम्बद्धप्रलापेन? न खलु सत्पुरुषाणां महार्थसाधनप्रवृत्तानामप्यन्तराले व्यसनं मनो दुःखयति, यद्यद्यापि तां कमलकोमलतनुलतां मदनकन्दलीं प्राप्नोमि ततः कियदेतद्दःखम् ? तदाकर्ण्य कालदष्टवदसाध्योऽयं सदुपदेशमन्त्रतन्त्राणामित्याकलय्य मनीषिणा गृहीतो दक्षिणभुजाग्रे मध्यमबुद्धिः, उत्थाप्य ततः स्थानात् प्रवेशितः कक्षान्तरे । મનીષી વડે અપાયેલ ઉપદેશ ત્યારપછી પૂર્વમાં જ જાગ્યો છે સમસ્ત વ્યતિકર છતાં પણ મુગ્ધની જેમ વિસ્મિતનેત્રવાળા મનીષી વડે સમસ્ત વ્યતિકરને સાંભળીને કહેવાયું – બાલને આવા પ્રકારનું પ્રાપ્ત થયું? ખરેખર આ યુક્ત નથી. અથવા મારા વડે પૂર્વમાં જ આવે=બાલને, આ કહેવાયું હતું. શું કહેવાયું હતું? તે “યથા'થી કહે છે – પાપમિત્ર એવા સ્પર્શત સાથે સંબંધ સુંદર નથી. તેનાથી જનિત આને=બાલને, આ અનર્થની પરંપરા છે, તે આ પ્રમાણે – આ=સ્પર્શન, અનાર્યકાર્યના સંકલ્પનો હેતુ છે=જેને ગાઢ સ્પર્શતની આસક્તિ છે તે સર્વ પ્રકારનાં અનુચિત કાર્યો કરે છે તેથી સર્વ અનુચિત કાર્યના સંકલ્પનો હેતુ સ્પર્શતનો પરિણામ છે, અને અનાર્ય કાર્યના સંકલ્પમાં વર્તતા જીવો ચિત્તના સંક્ષિપણાને કારણે પાપોદયના પ્રબલપણાને કારણે, અપ્રાપ્ત અભિપ્રેત અર્થવાળા જ=પોતાને જે ઈષ્ટ અર્થ છે તેને પામ્યા વગર જ, માંસને ગ્રહણ કરવામાં પ્રવૃત મત્સ્યની જેમ આપત્તિના ગહનમાં પડે છે અને મરણને પામે છે, ખરેખર અનુપાયથી અર્થતી સિદ્ધિ થતી નથી અને અનાર્યકાર્યનો સંકલ્પ સુખના લાભનો અનુપાય છે=બાલે સુખના લાભ અર્થે દેવની શય્યામાં સૂવાનો સંકલ્પ કર્યો તે રૂપ અનાર્યકાર્યનો સંકલ્પ સુખના લાભનો અનુપાય છે, દિ=જે કારણથી, કરાતો એવો તે કરાતો એવો અનાર્યકાર્યનો સંકલ્પ, ધૈર્યનો ધ્વંસ કરે છે. વિવેકનો નાશ કરે છે. ચિત્તને મલિન કરે છે, ચિરન્તન પાપોની ઉદીરણા કરે છે. અનુચિત કાર્યોનો સંકલ્પ જીવને મૂઢ બનાવીને ધીરતાપૂર્વક ઉપાયમાં પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરતો નથી. પરંતુ આવેગને વશ પ્રવૃત્તિ કરાવે છે. તેથી ઇષ્ટ એવા કાર્યને સાધવાને અનુકૂળ વૈર્યનો નાશ કરે છે. વળી મારા સંયોગાનુસાર હું શું કરું જેથી મને સુખ થાય અને દુઃખની પરંપરા ન થાય તેનો વિચાર કરવાને
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy