SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અનુકૂલ વિવેકનો નાશ કરે છે. શિષ્યલોકને ગહિંત એવી પ્રવૃત્તિવાળું ચિત્ત હોવાથી ચિત્તને મલિન કરે છે અને ભૂતકાળમાં જે પાપપ્રકૃતિઓ બાંધેલી છે તે પાપપ્રકૃતિઓ મૂઢતાપૂર્વક ક્લિષ્ટપ્રવૃત્તિ કરવાની પરિણતિ દ્વારા ઉદીરણા કરાય છે. તેથી જે પાપપ્રકૃતિઓ તત્કાલફળ આપનારી ન હતી તે વિપાકમાં આવે છે. તેથી=અનાર્યકાર્ય કરવાના સંકલ્પ થાય છે તેથી, પ્રાણીઓ સમસ્ત અનર્થોના સમૂહમાં યોજાય છે. તેથી અનાર્ય સંકલ્પથી=અનુચિત સંકલ્પથી, સુખના લાભની ગંધ પણ ક્યાંથી હોય, તે કારણથી= અનાર્યકાર્યતા સંકલ્પો અનર્થોની પરંપરાનું કારણ છે તે કારણથી, આ સર્વ બાલના અત્યંત દુશ્ચરિતનું વિલસિત છે=બાલે મૂઢતાને વશ સ્પર્શતને આધીન જે અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરેલ છે, તેનાથી આ સર્વ અનર્થની પરંપરા પ્રાપ્ત થઈ છે, જે આ બાલ, મારાવચનને સ્વીકારતો નથી, એમાં બાલમાં, તારા સંતાપથી શું? બાલ કહે છે. તે મનીષી ! આ અસંબદ્ધ પ્રલાપથી સર્યું=સ્પર્શનના સુખ માટે મેં જે શ્રમ કર્યો છે તેનાથી આ સર્વ દુઃખો થાય છે એ પ્રકારના આ અસંબદ્ધપ્રલાપથી સર્યું, ખરેખર મહાર્થના સાધનમાં પ્રવૃત્ત પણ પુરુષોને અંતરાલમાં પ્રાપ્ત થતું સંકટ મનને દુઃખ આપતું નથી. જો હજી પણ કમલના જેવી કોમલ શરીરવાળી તે મદનકંદલીને હું પ્રાપ્ત કરું તો આ દુઃખ કેટલું છે ? અર્થાત્ કંઈ નથી, તેને સાંભળીને=બાલને સાંભળીને, કાલદષ્ટ સર્પની જેમ=મૃત્યુનું કારણ બને તેવા સર્પથી દંશાયેલા પુરુષની જેમ, સદુપદેશ રૂપ મંત્ર તંત્રને આ બાલ અસાધ્ય છે એ પ્રમાણે જાણીને મનીષી વડે જમણી ભુજાના અગ્રભાગમાં મધ્યમબુદ્ધિ ગ્રહણ કરાયો. તે સ્થાનથી ઊભો કરીને બીજા સ્થાનમાં પ્રવેશ કરાવ્યો. મનીષિમધ્યમવુથ્થોઃ સંતિઃ अभिहितश्चासौ-भ्रातः! यद्येष बालः सत्यं बाल इव नात्महितं जानीते, तत्किं भवताऽस्य पृष्ठतो विलग्नेन विनष्टव्यम् ? मध्यमबुद्धिराह-बोधितोऽहमिदानीं भवता, योऽयं भवदुपदेशमपि लङ्घयति तेनालं मम बालेनेति । अन्यच्च-अतिलज्जनीयोऽयं व्यतिकरः, तत्किमेष न ज्ञातस्तातेन । मनीषिणाऽभिहितं-न केवलेन, तर्हि ? समस्तनगरोपेतेन, भद्र! केन हि प्रभातं कटकेनाच्छाद्यते । मध्यमबुद्धिराह-कथं ज्ञातः? मनीषिणाऽभिहितं-कामदेवभवनवृत्तान्तस्तावद् बहुलोकप्रतीत एव किं तस्य ज्ञास्यते? विद्याधरहरणवृत्तान्तस्तु प्राप्त इति त्वदीयहाहारवात्प्रबुद्धास्तदा लोकाः, तैर्विज्ञाय नगरे प्रचारितः । मध्यमबुद्धिना चिन्तितं-अये! किलाहं मातुःपुत्रोऽमुं व्यतिकरं गोपयामि यावता गाढतरं प्रकाशः संपन्नः, सुप्रच्छन्नमपि हि विहितं प्रयोजनं प्रायः प्रकाशत एव लोके, विशेषतः पापं, तस्मादुर्बुद्धिरेषा प्राणिनां यया स्वाचरितं पापं प्रच्छादयन्ति । મનીષી અને મધ્યમબુદ્ધિની સંગતિ અને આ કહેવાયો–મધ્યમબુદ્ધિ મનીષી વડે કહેવાયો, હે ભાઈ ! જો આ બાલ ખરેખર બાલની
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy