SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હણાયેલું મારું જીવિત નાશ ન પામ્યું, ક્ષણમાં તે લેપ દ્વારા અગ્નિથી બળાયેલા વૃક્ષ જેવું મારું શરીર થયું, તે બે દ્વારા ઉપાડાયો, તે નગરમાં હું લઈ જવાયો, સોજાતા નિમિત્તે મને આશ્લભોજન કરાવાયું. મારું શરીર શૂન્ય થયું, ત્યારપછી ફરી તે વિધિથી=પૂર્વમાં બતાવી તે જ વિધિથી મારાં માંસરુધિરની આહુતિઓ દ્વારા તે રાજા વડે સાત દિવસ સુધી એકસો આઠ, એકસો આઠ, વિદ્યાના જાપ કરાયા. અને તઅવસ્થાવાળો હું સાત દિવસ સુધી આહુતિ અપાયા પછી જેવી અવસ્થાવાળો હું હતો તેવી અવસ્થાવાળો હું, તારા વડે જોવાયો. તે આ=મેં અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, હે ભાઈ ! મારા વડે અનુભવ કરાયું. અને મારા હૃદયમાં સ્થિત છે. શું સ્થિત છે તે “યુત'થી બતાવે છે – પ્રાયઃ નરકમાં પણ આ પ્રકારના દુ:ખનો વિન્યાસ નથી, જે પ્રકારનો મારા વડે અનુભવ કરાયો. મનીષિપ્રવેશ: मध्यमबुद्धिराह-हा भ्रातः! नोचितस्त्वमेवंविधदुःखानां, अहो निपुणता विद्याधरस्य, अहो रौद्रता विद्यायाः । अत्रान्तरे लोकाचारमनुवर्त्तमानो वार्तान्वेषणार्थमागतो मनीषी, श्रुतस्तेन द्वारि स्थितेन तथा परिदेवमानो मध्यमबुद्धिः, प्रविष्टोऽभ्यन्तरे, कृतेतराभ्यामासनदानादिका प्रतिपत्तिः, विहितं संभाषणम् । ततो मनीषिणाऽभिहितं-मध्यमबुद्धे ! किमिति त्वं परिदेवयसे? मध्यमबुद्धिराह-भ्रातः! अलौकिकमिदं परिदेवनकारणम् । मनीषिणोक्तं-कथम्? ततः कथितो मध्यमबुद्धिना समस्तोऽप्युद्यानगमनादिविद्याधरविकतनपर्यन्तो बालव्यतिकरः । મનીષીનો પ્રવેશ મધ્યમબુદ્ધિ કહે છે – હે ભાઈ ! આવા પ્રકારના દુઃખોને ઉચિત તું નથી. અહો વિદ્યાધરની નિર્દયતા, અહો વિઘાની રોદ્રતા, એટલામાં, લોકાચારને અનુવર્તતો=ભાઈની પૃચ્છા કરવી જોઈએ એ પ્રકારના લોકાચારને અનુવર્તતો, મનીષી વાર્તાની પૃચ્છા માટે આવ્યો, દ્વારમાં રહેલા એવા તેના વડે તે પ્રકારે દુઃખી થતો મધ્યમબુદ્ધિ સંભળાયો, અભ્યત્તરમાં પ્રવેશ કરાવાયો–મધ્યમબુદ્ધિ વડે પ્રવેશ કરાવાયો, ઇતર બે દ્વારા=બાલ અને મધ્યમબુદ્ધિ દ્વારા, આસનદાનઆદિ પ્રતિપત્તિ કરાઈ, સંભાષણ કરાયું, ત્યારપછી મનીષી વડે કહેવાયું – હે મધ્યમબુદ્ધિ, કયા કારણથી તું દુઃખી થાય છે ? મધ્યમબુદ્ધિ કહે છે – ભાઈનું અલૌકિક આ=પ્રસંગ, દુઃખતું=ચિત્તસંતાપનું કારણ છે, મનીષી વડે કહેવાયું. કેવી રીતે ?=ભાઈનું આ ચરિત્ર કેવી રીતે દુ:ખનું કારણ છે? ત્યારપછી=મનીષીએ પૂછ્યું ત્યારપછી, મધ્યમબુદ્ધિ વડે સમસ્ત પણ ઉદ્યાનના ગમન આદિથી માંડીને વિદ્યાધરથી કપાવા સુધી બાલનો વ્યતિકર કહેવાયો. मनीषिकृत उपदेशः ततः पूर्वमेव ज्ञातनिःशेषव्यतिकरेणापि मुग्धेनेव विस्मितेक्षणेन समस्तमाकर्ण्य मनीषिणाऽभिहितं
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy