SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જવાયો. ત્યાં પ્રજવલિત અંગારથી ભરાયેલા અગ્નિકુંડની પાસે રહેલો પુરુષ મારા વડે જોવાયો. ત્યારપછી તેના પ્રત્યે તે વિદ્યાધર વડે કહેવાયું – હે મહારાજ ! તારું સમીહિત સિદ્ધ થયું. મારા વડે પ્રસ્તુત વિદ્યાસિદ્ધિને ઉચિત સલક્ષણવાળો પુરુષ પ્રાપ્ત કરાયો. ઈતર વડે=અગ્નિકુંડ પાસે બેઠેલા પુરુષ વડે, કહેવાયું, મહાપ્રસાદ છે. ત્યારપછી વિદ્યાધર વડે તે પુરુષ કહેવાયો=અગ્નિકુંડ પાસે બેઠેલો પુરુષ કહેવાયો. શું કહેવાયો ? તે “હુતથી બતાવે છે. દરેક વિદ્યાજાપતા પર્યત્તમાં મારા વડે અપાયેલી આહુતિ તમારા વડે અગ્નિમાં પ્રક્ષેપ કરવી જોઈએ. આના દ્વારા અગ્નિકુંડ પાસે બેઠેલા પુરુષ દ્વારા સ્વીકારાયું, જાપ પ્રારંભ કરાયો, ત્યારપછી વિદ્યાધર વડે યમજિહ્વા જેવી અતિતીણ, ભાસ્વર આકારવાળી છુરી કઢાઈ, તેના વડે તે છરી વડે, મારા પીઠભાગથી દીર્ઘ માંસપેશીઓ ઉત્કર્તન કરાઈ=કઢાઈ, તે જ પ્રદેશથી દબાવીને રુધિર કઢાયું, ચલુક ભરાયું, એટલામાં ઈતરનું અગ્નિકુંડ પાસે બેઠેલાનું, એક વિદ્યાપરાવર્તન સમાપ્ત કરાયું, વિધાધર વડે તે રુધિરમાંસમથી આહુતિ તેને અપાઈ, તેના વડે=અગ્નિકુંડ પાસે બેઠેલા રાજા વડે, અગ્નિકુંડમાં પ્રક્ષિપ્ત કરાઈ, ફરી જાપ પ્રારંભ કરાયો. ત્યારપછી આ રીતે જેમ નરકપાલ તારકને તેમ તે વિદ્યાધર મારા શરીરના બીજા બીજા પ્રદેશથી બૂમો પાડતા મારી માંસપેશીને કાઢે છે. તે પ્રદેશને નિષ્પીડન કરીને રુધિરને ગાળે છે. તેનું રુધિરનું, ચલુકભરીને સાધક એવા રાજાને આહુતિ માટે આપે છે–તે વિદ્યાધર આપે છે, અને તે-રુધિરથી ભરાયેલું ચલક, વિદ્યાના પરાવર્તનની સમાપ્તિમાં ગ્રહણ કરીને અગ્નિમાં પ્રસિદ્ધ કરે છે=તે રાજા તે રુધિરને અગ્નિમાં પ્રક્ષિપ્ત કરે છે, તેથી તે વિદ્યાધર મારા શરીરમાંથી રુધિર કાઢે છે તેથી, વેદનાથી વિહ્વળ થયેલો મૂર્છાથી હું ભૂતલમાં પડ્યો. વળી, પ્રગુણશરીરપણું હોવાને કારણે=હષ્ટપુષ્ટ શરીરપણું હોવાને કારણે, હર્ષિત થયેલો નિષ્કરુણ એવો વિચાર મને ગાઢતર કાપે છે. એટલામાં=વિદ્યાધર મારા શરીરને કાપે છે એટલામાં, અટ્ટહાસ વડે આકાશના હસિતની જેમ, પ્રલયના મેઘ વડે ગર્જના કરાયાની જેમ, સમુદ્રના ગુલગુલિતની જેમ, પ્રચલિત પૃથ્વીની જેમ, દીપ્ત જિલ્લાવાળા શિયાળોથી રસિત=અવાજ કરાયો, વિકૃતરૂપવાળા વેતાલો વડે નૃત્ય કરાયું, રુધિરનો વરસાદ થયો. ત્યારપછી આવા પ્રકારના રોદ્ર ભયવિશેષો હોતે છતે પણ અણુભિતચિતવાળા એવા રાજાને તે શૂરવિદ્યા અભિમુખ થઈ. એકસો આઠ જાપ સમાપ્ત થયો. તેથી હું તને સિદ્ધ છું એ પ્રમાણે બોલતી વિદ્યા પ્રગટ થઈ, નમતા એવા સાધક વડે=જમતા એવા તે રાજા રૂપ સાધક વડે, તેના શરીરમાં=પોતાના શરીરમાં, પ્રવેશ કરાવાઈ, ત્યારપછી કપાયેલા શરીરવાળા, નિષ્પીડિત રુધિરથી બીભત્સ, કરુણ રડતા એવા મને જોઈને તે રાજા મારા ઉપર દયાવાળો થયો, આવા વડે દાસીત્કાર કરાયો, તેથી વિદ્યાધર વડે આ વારણ કરાયો અને તેના વડે કહેવાયું=વિદ્યાધર વડે કહેવાયો આ વિદ્યાનો આ જ કલ્પ છે= આચાર છે, તે “તુત'થી બતાવે છે – આના ઉપર દયા કરવી જોઈએ નહીં=જેના રુધિર આદિથી આહુતિ અપાય છે તેના ઉપર દયા કરવી જોઈએ નહીં, ત્યારપછી વિદ્યાધર વડે કોઈક લેપ દ્વારા મારું શરીર લેપાયું, તેથી હું ચારે બાજુથી તીવ્ર વક્તિ દ્વારા બળતો ન હોઉં, જાણે વજથી ચૂર્ણ કરાતો ન હોઉં, યંત્રથી જાણે પીલાતો ન હોઉં, તેવી વેદનાના પ્રકર્ષતે પ્રાપ્ત કરાવાયો, તોપણ આ સુબદ્ધ,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy