SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છું. તેથી આ દુરધ્યવસાયથી મદનકંદલીને મેળવવાના દુરધ્યવસાયથી તું વિવર્તન પામ=પાછો કર. દષ્ટિવિષ સર્પના મસ્તક ઉપર રહેલા રત્નની સૂચિ જેવી તે મદનકંદલી છે, તેની પ્રાર્થના કરતા કેવલ તારો ભસ્મીભાવ જ છે, પરંતુ કોઈ અર્થની સિદ્ધિ નથી. એ પ્રમાણે બાલને મધ્યમબુદ્ધિ કહે છે એમ અવય છે. બાલ વડે વિચારાયું, ખરેખર આના વડે=મધ્યમબુદ્ધિ વડે, મારો અવ્યવસાય જણાયો છે તે કારણથી હવે અભિપ્રાયગોપલથી શું ? તેથી અભિપ્રાયને છુપાવવાનું છોડીને કહેવાનો વિચાર આવ્યો તેથી, બાલ વડે કહેવાયું, જો આ પ્રમાણે છે–તે મદનકંદલીને તું મેળવી આપવા પ્રયત્ન કરી શકે તેમ નથી એ પ્રમાણે છે, તો મારા વડે તું છોડાવાયો એમ કેમ કહે છે? પરંતુ કેમ કહેતો નથી જે પ્રમાણે ગાઢતર મારિત છો. વસ્તુતઃ તેં મને દુઃખમાંથી મુક્ત કર્યો નથી, પરંતુ ગાઢ રીતે મને માર્યો છે. કેમ ગાઢ મારિત બાલ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – જે કારણથી તારા વચન દ્વારા મને છોડતા તે કામદેવ વડે કેવલ મારા શરીરની વેદના માત્ર દૂર કરાઈ. વળી, હદયમાં વિતર્કની પરંપરારૂપ પ્રજવલિત ખદિરઅંગારરાશિ નિક્ષેપ કરાયો મારા હૃદયમાં ગાઢ ખદિરના અંગારાનો રાશિ તેં નિક્ષેપ કર્યો છે. તે કારણથી મારું આ શરીર ચારે બાજુથી બળે છે. જો હું કામદેવના બંધનકાલમાં જ મર્યો હોઉં તો આટલો અંતસ્તાપ મેં અનુભવ કર્યો ન હોત, તેથી છોડાવતા તારા વડે ઊલટું મને મહાત આ અનર્થ પ્રાપ્ત થયો, હવે અમૃતને સિંચન કરનારી મદનકંદલીને છોડીને અન્યથા મારા આ અંતસ્તાપનો ઉપશમ નથી. વધારે અહીં=મદનકંદલીના વિષયમાં, કહેવાથી શું ? તેથી મધ્યમબુદ્ધિ વડે આતોકબાલતો, અતિવર્તક આગ્રહ જોવાયો. આ=મધ્યમબુદ્ધિ, તૃષ્ણભાવથી રહ્યો. એટલામાં સૂર્યાસ્ત થયો, બાલતા હદયથી જ જાણે તમ પટલ ઉલ્લસિત ન થયું હોય તેમ રાત્રિના પ્રથમ પહોર પસાર થયો તે બાલના હદયમાંથી જ પ્રસરેલો જાણે અંધકાર ન હોય તેવો અંધકાર પૃથ્વી ઉપર ઉલ્લસિત થયો. અને રાત્રિનો પ્રથમ પહોર પસાર થયો, લોક સંચાર રહિત થયો. ત્યારપછી કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર બાલ ઊભો થયો, સ્વકીય ભવતથી નીકળ્યો. રાજમાર્ગમાં અવતીર્ણ થયો. શત્રુમદલ રાજાના રાજકુળને અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. કેટલોક ભૂમિભાગ પસાર થયો. अपहतबालाऽनुधावन्मध्यमस्य स्थितिः इतश्च स्नेहवशेन किमस्य संपत्स्यत इति चिन्तया निर्गतस्तदनुमार्गेण मध्यमबुद्धिः । दृष्टो बालेन गच्छता कश्चित्पुरुषः, तेन चास्फोट्य बद्धोऽसौ मयूरबन्धेन, कूजितं बालेन, ‘प्राप्तः प्राप्त इति ब्रुवाणः' प्राप्त एव मध्यमबुद्धिः । ततः समुत्पाट्य बालं पश्यत एव मध्यमबुद्धेः समुत्पतितः पुरुषोऽम्बरतले, आरटतश्च बालस्य स्थगितं वदनं, प्रवृत्तः पश्चिमाभिमुखो गन्तुम् । ततो मध्यमबुद्धिरपि अरे रे दुष्टविद्याधर! क्व यासि गृहीत्वा मदीयभ्रातरमिति त्राटीं मुञ्चन्नाकृष्टखड्गः प्रस्थितो भूमौ,
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy