SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આદિ કોઈનો વિચાર કર્યા વગર કામને કે અન્ય કોમલ સ્પર્શને અતિ પરવશ થઈને માત્ર મૂઢની જેમ સર્વ પ્રવૃત્તિ કરે છે; કેમ કે બાલ જીવોને મિથ્યાત્વ આપાદક કર્મ એવું પ્રચુર હોય છે કે કષાયોની આકુળતા દેખાતી નથી, વિષયોના સુખને જ માત્ર સુખરૂપે જોઈ શકે છે અને તેના માટે જે ક્લેશ કરે છે આલોકમાં નિંદ્ય કૃત્યો કરે છે ત્યારે જે કંઈ ક્લેશો થાય છે તે પણ ક્લેશરૂપે દેખાતા નથી. પરલોકની પણ લેશ ચિંતા થતી નથી. તેવાં મૂઢતા આપાદક ગાઢ કર્મો ઉદયમાં વર્તે છે. ફક્ત મનુષ્યભવ અને તેવાં શાતાના સાધનો વગેરે પ્રાપ્ત થાય તેવું માત્ર પુણ્ય તેનું છે, તે પણ તેના ઇન્દ્રિયને પરવશને કા૨ણે ક્રમસર ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી, મનીષીનાં મૂઢતા આપાદક કર્મો નષ્ટપ્રાયઃ છે. પદાર્થને વાસ્તવિક જોનારી માર્ગાનુસારી દૃષ્ટિ છે. સદાગમના વચનથી ભાવિતમતિવાળો છે તેથી ચિત્તની વૃત્તિ રાગવાળી છે, તેમાં વર્તતો રાગનો પરિણામ છે. તેમાંથી વિષયાભિલાષ થાય છે અને તેના કારણે સ્પર્શેન્દ્રિયના વિકારો થાય છે. તે કર્મના વિપાકને જોનારી નિર્મળઢષ્ટિથી જોઈ શકે છે. વળી, દયાળુ સ્વભાવ હોવાથી બાલને અનુચિત કરતો જોઈને તેના હિત અર્થે સ્પર્શનની મૂલશુદ્ધિ કહે છે. પરંતુ મૂઢ એવો બાલ સ્પર્શેન્દ્રિયના સુખ સિવાય કંઈ જોતો નથી. તેથી મનીષીના યુક્તિ યુક્ત વચનને પણ અસાર જાણે છે. તેથી મનીષી વિચારે છે કે આ ઉપદેશને અયોગ્ય છે. વળી, તે અરસામાં જ કોઈક અન્ય ભવમાં ગયેલ મધ્યમકર્મવાળો જીવ તે વખતે તેઓના ભાઈ તરીકે જન્મે છે. તે જીવનાં કર્મો મધ્યમ હોવાથી તેને મધ્યમબુદ્ધિ વર્તે છે. બાલ અને મનીષી સાથે તે મધ્યમબુદ્ધિ પણ ૨મે છે. ત્યારે સ્પર્શનનું પણ તેને જ્ઞાન થાય છે. અને બાલ તે મધ્યમબુદ્ધિને સ્પર્શનની અચિંત્ય શક્તિ શું છે તે બતાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે બાલ જીવોને સ્પર્શમાં જ સુખ દેખાતું હોય તેથી મધ્યમબુદ્ધિવાળા જીવોને તે સ્પર્શના સુખનું વર્ણન કરે તે સાંભળીને મધ્યમબુદ્ધિવાળા જીવોના ચિત્તમાં તે પ્રકારના મતિજ્ઞાનના ઉપયોગ રૂપે કોમળ સ્પર્શની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે મધ્યમબુદ્ધિને ઇચ્છા થવાથી ભોગાદિ પ્રવૃત્તિ કરે છે. અને તેનાથી તેને સુખ ઉત્પન્ન થાય છે, તોપણ ગાઢ આસક્તિ નથી. તેથી બાલે જે પ્રમાણે સ્પર્શેન્દ્રિયની પ્રશંસા કરી તે પ્રકારે મધ્યમબુદ્ધિ પ્રશંસા કરતો નથી; છતાં કહે છે કે હું તારાથી અનુગૃહીત છું તેથી સ્પર્શનના સુખમાં કંઈક સુખબુદ્ધિ છે માટે સ્પર્શને નિર્ણય કર્યો કે આ પણ દૂર જવા યત્ન કરે એવો નથી. તેથી વારંવાર મધ્યમબુદ્ધિને પણ કંઈક કંઈક સ્પર્શનો પરિણામ થાય છે; કેમ કે મધ્યમબુદ્ધિવાળા જીવોને મિથ્યાત્વનો ઉદય છે તેથી ભોગસુખને સુખરૂપે જ જોઈ શકે છે. ભોગની ઇચ્છાને વિકારરૂપે જાણી શકતા નથી તોપણ કંઈક મિથ્યાત્વ મંદ થયેલું છે તેથી સામગ્રી મળે તો તત્ત્વની વિચારણા કરી શકે તેવો કંઈક નિર્મળ મતિજ્ઞાનનો ક્ષયોપશમ છે. છતા કર્મજન્ય વિકારોને વિકાર સ્વરૂપે જ જોઈ શકે તેવી નિર્મળ મતિ નથી તે મિથ્યાત્વના ઉદયકૃત છે. આથી મંદમિથ્યાત્વ અને કંઈક નિર્મળ બુદ્વિરૂપ મધ્યમબુદ્ધિ તેઓમાં વર્તે છે. અને સ્પર્શનને નિમિત્ત પામીને મધ્યમબુદ્ધિ તેને વશ થાય છે. તેવું જાણીને મનીષીને મધ્યમબુદ્ધિ પ્રત્યે કરુણા થાય છે તેથી તેને સ્પર્શનની મૂલશુદ્ધિ બતાવે છે. અને કહે છે કે રાગાદિના વિકાર સ્વરૂપ જ આ સ્પર્શનની ઇચ્છા છે જે આલોકમાં પણ અનર્થનું કારણ છે અને પરલોકમાં પણ અહિતનું કારણ છે. તે સાંભળીને મધ્યમબુદ્ધિવાળો જીવ વિચારે છે કે સ્પર્શજન્ય સુખ પ્રત્યક્ષ છે અને આ મનીષી કહે છે તે પણ અયુક્ત જણાતું નથી. તે બતાવે છે કે મિથ્યાત્વની મંદતાને કારણે મનીષીનાં વચનો કંઈક રુચે છે. યુક્તિ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy