SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૦૩ યુક્ત જણાય છે અને મંદ પણ મિથ્યાત્વના ઉદયને કારણે ઇન્દ્રિયજન્ય સુખ સુખરૂપે જણાય છે. આત્માના કષાયોની અનાકુળતાને અનાકુળતારૂપે સ્પષ્ટ નિર્ણય કરી શકે તેવી બુદ્ધિ નથી. વળી, મધ્યમબુદ્ધિનાં સામાન્યરૂપ જે કર્મો છે તે જ તેની જનક માતા છે. અને તે સામાન્યરૂપ કર્મો જ તેને સલાહ આપે છે કે જ્યાં સુધી વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી બંને પક્ષનો આશ્રય કરવો જોઈએ. અર્થાત્ સ્પર્શનનું પણ કંઈક અનુસરણ કરવું જોઈએ. અને આવા જીવો મનીષીના પુનઃ પુનઃ પરિચયથી ક્રમસર મિથ્યાત્વનો નાશ કરીને મનીષીની જેમ જ તત્ત્વને જોનારા બને છે. અને બાલનો ગાઢ પરિચય થાય તો વિષયોને જ સાર રૂપે જોવાની જે મતિ હતી તે દૃઢ કરીને બાલ જેવા જ ગાઢ વિષયાસક્ત બને છે. कालविलम्बे मिथुनद्वयकथा-मुग्धाऽकुटिलयोः क्रीडा मध्यमबुद्धिरुवाच- अम्ब! किं तन्मिथुनद्वयम् ? सामान्यरूपयोक्तं पुत्र! आकर्णय-अस्ति तथाविधं नाम नगरं, तत्र ऋजुर्नाम राजा, तस्य प्रगुणा नाम महादेवी, तयोर्मकरध्वजाकारो मुग्धो नाम तनयः, तस्य च रतिसन्निभा अकुटिला नाम भार्या, ततस्तयोर्मुग्धाऽकुटिलयोरन्योऽन्यबद्धानुरागयोर्विषयसुखमनुभवतोर्व्रजति कालः । अन्यदा वसन्तसमये उपरितनप्रासादभूमिकावासभवने व्यवस्थितः प्रभाते उत्थितो मुग्धकुमारो, मनोहरविविधविकसितकुसुमवनराजिराजितं गृहोपवनमुपलभ्य संजातक्रीडाभिलाषो भार्यां प्रत्युवाच-देवि ! अतिरमणीयेयमुपवनश्रीः, तदुत्तिष्ठ गच्छावः कुसुमोच्चयनिमित्तं, आनयाव एनम् । अकुटिलयाऽभिहितं यदाज्ञापयत्यार्यपुत्रः, ततो गृहीत्वा मणिखचिते कनकसूर्पिके गते गृहोपवनं, प्रारब्धः कुसुमोच्चयः । मुग्धः प्राह - देवि ! पश्यावस्तावत् कः कनकसूर्णिकां झटिति पूरयति ? व्रज त्वमन्यस्यां दिशि अहमन्यस्यां व्रजामीति, अकुटिलयाऽभिहितं एवं भवतु, गतौ कुसुमोच्चयं कुर्वाणौ परस्परं दर्शनपथातीतयोर्गहनान्तरयोः । કાલવિલંબમાં બે યુગલનો વાર્તાલાપ, મુગ્ધ અને અકુટિલાની ક્રીડા મધ્યમબુદ્ધિ કહે છે. હે માતા ! મિથુનય કોણ છે ? સામાન્યરૂપા માતા વડે કહેવાયું – હે પુત્ર ! સાંભળ. તેવા પ્રકારનું નામવાળું નગર છે. ત્યાં=તે નગરમાં, ઋજુ નામનો રાજા હતો=અત્યંત સરળ સ્વભાવવાળો રાજા હતો. તેની પ્રગુણા નામની મહાદેવી હતી=ઘણા ગુણોવાળી મહાદેવી હતી. તે બંનેનો=ઋજુ રાજા અને પ્રગુણા મહાદેવીનો મુગ્ધ નામનો પુત્ર હતો=પ્રકૃતિથી જ અત્યંત મુગ્ધ એવો પુત્ર હતો. તેને રતિ જેવી અકુટિલા નામની પત્ની છે=સરળ સ્વભાવવાળી પત્ની છે. તેથી અન્યોન્ય= પરસ્પર, બદ્ધરાગવાળા, વિષયસુખને અનુભવતા મુગ્ધ અને અકુટિલા એવા તે બેનો કાળ જાય છે. અન્યદા વસંત ઋતુમાં ઉપરના પ્રાસાદ ભૂમિકાના આવાસના ભવનમાં રહેલો પ્રભાતમાં ઊઠેલો એવો મુગ્ધ કુમાર, મનોહર વિવિધ વિકસિત કુસુમવનરાજિથી શોભતા ગૃહના ઉપવનને જોઈને ઉત્પન્ન થયેલી ક્રીડાના અભિલાષવાળો પત્ની પ્રત્યે કહે છે – હે દેવી ! અતિરમણીય આ ઉપવનની લક્ષ્મી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy